Instagram bans self-harm posts after Teenager's Suicide
  • Home
  • Technology
  • ઈન્સ્ટાગ્રામ વાપરનારાઓ માટે ખાસ સમાચાર, જાણી લો નવા નિયમો

ઈન્સ્ટાગ્રામ વાપરનારાઓ માટે ખાસ સમાચાર, જાણી લો નવા નિયમો

 | 3:36 pm IST

જાણિતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઈન્સ્ટાગ્રામ હવે તેની પોલિસી બદલવા જઈ રહ્યું છે. ફેસબુક માલિકીની ફોટો શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામમાં પોતાને નુકસાન પહોંચાડવા અને આક્રમક પોસ્ટને લઇને એક મહત્વનો નિર્ણય લેશે છે. ઇન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં તેની એક કેન્ટેન્ટ નવી પોલિસી તૈયાર કરશે.

ઈન્સ્ટાગ્રામની પોલિસીમાં ફેરફાર માટે એક બ્રિટિશ કિશોરીની આત્મહત્યા જવાબદાર છે. તાજેતરમાં એક બ્રિટિશ કિશોરએ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ કિશોરીના પરિવારજનોએ ઇન્સ્ટાગ્રામ પર પોતાને નુકાસન પહોચાડવાનો અને આત્મહત્યા પર નુકસાનના ફોટા બતાવવા પર આરોપ લગાવ્યો છે. જોકે ઇન્સ્ટાગ્રામના આ મામલે બ્રિટીશ છોકરીએ ખેદ વ્યક્ત કર્યો હતો.

આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના એડમ મુસેરીએ મીડિયાને જણાવ્યું છે કે કંપનીએ સંવેદનશીલ સ્ક્રીન્સ ફિચર શરૂ કર્યુ છે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સની ટાઇમલાઇન પર આત્મહત્યા માટે ઉતેજિત કરનાર અને તેના કન્ટેન્ટ દેખાઈ આવશે, પરંતુ યૂઝર તેના પર ક્લિક કરીને તેને જોઇ શકશે. આ ફિચર પણ હવેથી ફેસબૂક હિંસક કન્ટેન્ટને લઇને કરે છે તે રીતે જ કામ કરશે.

ઇંગ્લેન્ડના સ્વાસ્થ્ય સચિવ મેટ હૈકૉકએ તાજેતરમાં જ કહ્યુ હતું કે, ફેસબુક, ગૂગલ અને વોટ્સએપ જેવી કંપનીઓ નુકસાનરૂપ પોસ્ટ, ફોટો, વીડિઓ અને હેશટેગથી યુવાઓને બચાવ અને આ માટે અસરકારક પગલાં લેવામાં આવે. ઈંગ્લેન્ડના સ્વાસ્થ્ય સચિવની આ ટિપ્પણી બાદ ઇન્સ્ટાગ્રામમાં આ ફેરફાર કરવામાં આવશે.

બ્રિટીશ કિશોરી મોઇલી રસેલે 2017માં તેના રૂમમાં આત્મહત્યા કરી હતી. 14 વર્ષીય તરૂણીની સોશિયલ મીડિયાની હિસ્ટ્રી તપાસવામાં આવતા જાણવા મળ્યું હતું કે, તે ડિપ્રેશન અને આત્મહત્યા સાથે સંકળાયેલા એકાઉન્ટને ફોલો કરતી હતી. આ ઘટના બાદ આખા બ્રિટનમાં બાળકો દ્વારા સોશિયલ મીડિયના ઉપયોગ પર માતા-પિતાને કંટ્રોલ અને નિયમોને લઇને જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે.