instagram may soon ask for video verification to create new account
  • Home
  • Tech
  • Instagram ફેક એકાઉન્ટ પર લગાવશે લગામ, માંગશે યુઝર્સ પાસેથી આ વસ્તુ

Instagram ફેક એકાઉન્ટ પર લગાવશે લગામ, માંગશે યુઝર્સ પાસેથી આ વસ્તુ

 | 11:34 am IST
  • Share

  • ફક્ત નવા યુઝર્સે આ રીતે કરાવવું પડશે વેરિફિકેશન

  • પહેલેથી જ એકાઉન્ટ ધરાવતા લોકોએ નહીં કરાવવું પડે વેરિફિકેશન

ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેક એકાઉન્ટ્સની સંખ્યા વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મેટાએ હવે તેના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. Instagram તેના પ્લેટફોર્મ પર યુઝર્સ પાસેથી વીડિયો વેરિફિકેશન કરાવવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ Matt Navaraએ નવા ફીચરથી સંબંધિત ફેરફારોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

Matt Navaraએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલ સ્ક્રીનશૉટ બતાવે છે કે સેલ્ફી વીડિયોની મદદથી ઈન્સ્ટાગ્રામ જાણશે કે યુઝરનું એકાઉન્ટ અસલી છે કે નહીં. વેરિફિકેશનની આ પ્રક્રિયામાં યુઝરને તેના ચહેરાનો એક શોર્ટ વીડિયો રેકોર્ડ કરવા માટે કહેવામાં આવશે, જે પ્રોફાઈલ ઈમેજ સાથે મેચ કરવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે આ વીડિયો સેલ્ફી ડેટાબેઝમાં સ્ટોર કરવામાં આવશે નહીં અને તે 30 દિવસમાં ડિલીટ થઈ જશે.

કંપનીએ યુઝર્સને ખાતરી આપી

ઇન્સ્ટાગ્રામે કહ્યું, ‘અમને એક શોર્ટ વીડિયો જોઈએ છે, જેમાં તમે તમારું માથું જુદી જુદી દિશામાં ફેરવીને તમારો ચહેરો બતાવો. આ અમને ખાતરી કરવામાં મદદ કરશે કે તમે અસલી એકાઉન્ટ હોલ્ડર છો અને તમારી ઓળખ વેરિફાય કરવામાં આવશે.’ યુઝર્સ દ્વારા અપલોડ કરવામાં આવેલ સેલ્ફી વીડિયો અન્ય લોકો સાથે શેર કરવામાં આવશે નહીં અને પ્રોફાઇલ પર દેખાશે નહીં. કંપનીએ યુઝર્સના બાયોમેટ્રિક ડેટા એકત્ર નહીં કરવાનું અને આ વીડિયો પર ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ નહીં કરવાનું વચન આપ્યું છે.

ફક્ત નવું એકાઉન્ટ બનાવનાર માટે જરૂરી

કંપનીએ આ નવા સિક્યોરિટી ફીચર વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. જોકે XDA ડેવલપર્સે દાવો કર્યો છે કે Instagram પર એકાઉન્ટ બનાવનારા નવા યુઝર્સ માટે જ વીડિયો વેરિફિકેશન લાગુ કરવામાં આવશે. જે લોકો પહેલાથી જ Instagram પર એકાઉન્ટ ધરાવે છે તેમને વીડિયો વેરિફિકેશન માટે કહેવામાં આવશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો