હવે Instagram પોતાનાં યૂઝર્સને તેમનાં 'સ્ટોકર્સ' વિશે આપશે જાણકારી - Sandesh
NIFTY 10,375.10 +14.70  |  SENSEX 33,777.46 +73.87  |  USD 64.8700 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • હવે Instagram પોતાનાં યૂઝર્સને તેમનાં ‘સ્ટોકર્સ’ વિશે આપશે જાણકારી

હવે Instagram પોતાનાં યૂઝર્સને તેમનાં ‘સ્ટોકર્સ’ વિશે આપશે જાણકારી

 | 6:42 pm IST

અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કોઈ પણ યૂઝર્સની સ્ટોરીનો રેકોર્ડ અથવા તેનો સ્ક્રીનશોર્ટ લઈ શકતા હતા પરંતુ હવે એવું નહીં થઈ શકે. આવનાર સમયમાં જો કોઈ તમારી સ્ટોરીનો સ્ક્રીનશોર્ટ લેશે તો ઈન્સ્ટાગ્રામ તેના વિશે તમને જાણકારી આપશે. જો કે, અત્યારે ઈન્સ્ટાગ્રામ આ ટેકનોલોજી પર કામ કરી રહી રહી છે.

તમને જણાવી દઈએ કે, જ્યાર સુધી કોઈ પોતાની પ્રોફાઈલમાં તેને સ્ટોરી હાઈલાઈટનાં સેક્શનમાં એડ ના કરે તો ઈન્સ્ટાગ્રામ પર 24 કલાક પછી જાતે જ સ્ટોરી ડિલીટ થઈ જાય છે, પરંતુ સ્ક્રીનશોર્ટ અને સ્ક્રીન રેકોર્ડિંગ ફંક્શન દ્વારા કોઈ પણ તેનો રેકોર્ડ કરીને તેની કોપી બનાવી શકે છે અને ઈચ્છે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે.

સૂત્રોના અનુસાર, જ્યારે પણ કોઈ તમારી સ્ટોરીનો સ્ક્રીનશોર્ટ લેશે ત્યારે એક સૂર્યનાં આકારમાં એક સિમ્બોલ સ્ટોરી વ્યૂ સેક્શનમાં તે વ્યક્તિના નામથી સામે આવશે અને તમને તેનાં વિશે જાણ થશે કે આ વ્યક્તિએ તમારી સ્ટોરીનો સ્ક્રીનશોર્ટ લીધો છે.