આવો...બપ્પા માટે સ્થાપન ડેકોરેટ કરીએ - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • આવો…બપ્પા માટે સ્થાપન ડેકોરેટ કરીએ

આવો…બપ્પા માટે સ્થાપન ડેકોરેટ કરીએ

 | 1:54 am IST

હોમ ટિપ્સ :- તૃષા દવે

બપ્પાને ઘરે આવવામાં ફક્ત બે દિવસ જ બાકી રહી ગયા છે. દર વર્ષે બપ્પાના આગમન માટે આપણે વિવિધ પ્રકારનું ડેકોરેશન, વિવિધ પ્રકારનો પ્રસાદ, શણગાર કરતા હોઇએ છીએ. દર વર્ષે ગણપતિની મૂર્તિ બજારમાં ફેશન અને ટ્રેન્ડ પ્રમાણે જ આવે છે. તેમાં ખાસ કરીને વિવિધ પ્રકારની ફિલ્મોની સ્ટાઇલમાં અથવા તો કોઇ કાર્ટૂન કેરેક્ટર આવ્યું હોય તો તેના દેખાવમાં ગણપતિની મૂર્તિ જોવા મળે છે. મૂર્તિમાં તો વિવિધતા હોય છે, સાથે મોટા પંડાલોમાં પણ ભગવાન ગણેશ માટે વિવિધ પ્રકારની થીમ પ્રમાણે ડેકોરેશન કરવામાં આવે છે. ગણપતિના આ દસ દિવસમાં ઘણાં લોકો દરરોજ ભગવાનનો શણગાર અને થીમમાં બદલાવ લાવતા હોય છે. તો આ વર્ષે પણ વિઘ્નહર્તા આપણા ઘરે આવે તો તેમના માટે ટ્રેન્ડી ડેકોરેશન કરીએ.

અત્યારે મોટા ભાગના લોકો પોતાના ઘરે ઇકોફ્રેન્ડલી ગણપતિ લાવતા હોય છે, તો ઇકોફ્રેન્ડલી ગણેશજીની આસપાસ ગ્રીનરી રાખવામાં આવે એટલે નાનકડા ગાર્ડન જેવી થીમ તૈયાર કરવામાં આવે તો દેખાવમાં સુંદર લાગશે. નાના નાના ફૂલ-છોડને ગણેશજીની આસપાસ રાખી અને ગ્રીન કલરની લાઇટિંગ કરીને ગ્રીનરી વાતાવરણ તૈયાર કરી શકો છો. જે દેખાવમાં વધારે આકર્ષક લાગશે.

તે જ રીતે તમે યલો એટલે કે પીળા રંગની થીમ પણ રાખી શકો છો, પીળો અને લાલ રંગની થીમ પર તમે ગણપતિનું સ્થાપન તૈયાર કરી શકો છો, માત્ર પીળા એટલે કે ગલગોટાની થીમ રાખીને તમે ડેકોરેટ કરી શકો છો, તેમાં રિયલ અથવા આર્િટફિશયલ ફૂલોનો ઉપયોગ કરી શકો છો. જેનાથી દેખાવ સારો આવશે.

આ ઉપરાંત બાળ ગણેશ ઘરે લાવ્યા હોય તો બલૂન, રંગીન પટ્ટીઓ, તથા વિવિધ પ્રકારના પ્રોપ્સનો ઉપયોગ કરીને તમે ડેકોરેશન કરી શકો છો.

[email protected]