NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો ‘ઇન્સ્ટન્ટ જલેબી’, આંગળા ચાટતા રહી જશે લોકો

આ રીતે ઘરે બનાવો ‘ઇન્સ્ટન્ટ જલેબી’, આંગળા ચાટતા રહી જશે લોકો

 | 7:35 pm IST

સામગ્રી

બેટર
અડધો કપ મેંદો
૧ ટેબલસ્પૂન ચણાનો લોટ (બેસન)
૧ ટેબલસ્પૂન કૉર્નફ્લોર
અડધો કપ દહીં
૧/૪ ટીસ્પૂન જલેબી કલર
૧ ટેબલસ્પૂન તેલ-ઘી
અડધી ટીસ્પૂન બેકિંગ સોડા

પાક
૩/૪ કપ સાકર
અડધો કપ પાણી
અડધી ટીસ્પૂન લીંબુનો રસ
કેસરના તાંતણા
તેલ તળવા માટે

રીત
૧. એક બોલમાં મેંદો, ચણાનો લોટ, કોર્નફ્લોર, દહીં, કલર, સોડા મિક્સ કરી એને ઢાંકીને ગરમ જગ્યાએ અડધો કલાક માટે રાખવું (કુકર, અવન કે માઇક્રોવેવમાં ગરમ કરી એમાં આ બોલ રાખી ગરમ કરવું).
૨. એક પેનમાં સાકર-પાણી મિક્સ કરી એની એક તારની ચાસણી કરવી. એમાં કેસરના તાંતણા, લીંબુનો રસ નાખી નવશેકી ચાસણી રાખવી.
૩. ત્યારબાદ એક ફ્લેટ પેનમાં તેલ-ઘી ગરમ કરી જલેબીના બેટરને ગરમ જગ્યાએથી બહાર કાઢી એને સરખું બીટ કરી એને કેક (આઇસિંગ) કોનમાં ભરી ગરમ તેલમાં જલેબીનો શેપ આપી જલેબી બન્ને સાઇડ ગુલાબી રંગની તળી લેવી. એને તરત જ ચાસણીમાં નાખી ૨-૩ સેકન્ડમાં બહાર કાઢી ડિશમાં ગોઠવી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી સર્વ કરવી.