Instant Karma: Funny Viral Video Of a Boy and Cat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ખાડો ખોદે તે પડે’ કહેવત આ છોકરાને નાની ઉંમરમાં જ સમજાઈ ગઈ, જુઓ મજેદાર VIDEO

‘ખાડો ખોદે તે પડે’ કહેવત આ છોકરાને નાની ઉંમરમાં જ સમજાઈ ગઈ, જુઓ મજેદાર VIDEO

 | 12:47 pm IST

આપણે કહેવત છે કે, ખાડો ખોદે તે પડે. આ કહેવતને સાર્થક કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈ તમે હસી-હસીને લોથપોથ થઈ જશો. વીડિયોમાં એક નાનો છોકરો બિલાડીને પાણીમાં ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ બિલાડીને પાણીમાં ફેંકવામાં જાય ત્યારે જ બાળકનો પગ લપસી જાય છે. જેને કારણે બિલાડી તો પાણીમાં નથી પડતી, પણ બાળક જરૂરથી પાણીમાં પડી જાય છે. જો કે, બિલાડી તરત જ રફૂચક્કર થઈ જાય છે. અને ત્યાં રહેલાં લોકો બાળક પર હસવા લાગે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયમાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. અને લોકો તેને ઈન્સ્ટન્ટ કર્મ ગણાવી રહ્યા છે. આ વીડિયો ફોરેસ્ટ અધિકારીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો. અને વીડિયો પોસ્ટ કરતાં તેઓએ લખ્યું છે કે, કર્મ ઉંમર જોતો નથી. જેને અનેક લોકો લાઈક કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન