ખજૂર-આંબલીના ઉપયોગ વિના આ રીતે ફટાફટ બનાવો 'મીઠી ચટણી' - Sandesh
  • Home
  • Food & Travel
  • ખજૂર-આંબલીના ઉપયોગ વિના આ રીતે ફટાફટ બનાવો ‘મીઠી ચટણી’

ખજૂર-આંબલીના ઉપયોગ વિના આ રીતે ફટાફટ બનાવો ‘મીઠી ચટણી’

 | 1:58 pm IST

ક્યારેક એવું બને કે ઘરે કોઈ એકદમ આવી જાય અને તેમના માટે નાસ્તા સાથે ચટણીની પણ જરૂર પડે, આવા સમયે ખજૂર-આંબલીની ચટણી બનાવવાનો સમય નથી હોતો. પરંતુ તે ચટણીના વિકલ્પ તરીકે તમે આ મીઠી ચટણી સર્વ કરી શકો છો. જે ફટાફટ બની પણ જશે અને સ્વાદમાં પણ જોરદાર બનશે.

સામગ્રી
ગોળ- 1 વાટકી
આમચૂર પાવડર- 2 થી 3 ચમચી
મીઠું પ્રમાણસર
લાલ મરચું- 1/4 ચમચી
ધાણા પાવડર – 1/4 ચમચી
શેકેલા જીરાનો પાવડર- 1/4 ચમચી
સંચળ- 1/2 ચમચી
પાણી- 1 વાટકી

રીત
સૌ પ્રથમ થોડું પાણી ગરમ મુકી તેમાં ગોળને ઉકાળી લો. ગોળ બરાબર ઓગળી જાય પછી ગેસ બંધ કરી તેમાં આમચૂર પાવડર, લાલ મરચું, ધાણા પાવડર, જીરું પાવડર, સંચળ અને મીઠું ઉમેરો. આ સામગ્રીને થોડીવાર સુધી સતત હલાવો જેથી બધું જ એકરસ થઈ જાય. જો ચટણી વધારે માત્રામાં બનાવી હોય તો બ્લેન્ડર ફેરવી તેની પેસ્ટ તૈયાર કરો અને સર્વ કરો ફરસાણ સાથે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન