Insurance company pays Rs 2.42 crore for women living in London: High Court
  • Home
  • Featured
  • લંડનમાં રહેતી મહિલાને 24 વર્ષે ન્યાય મળ્યો, ગુજરાત હાઇકોર્ટે વીમા કંપનીને 2.42 કરોડ ચુકવવા આદેશ

લંડનમાં રહેતી મહિલાને 24 વર્ષે ન્યાય મળ્યો, ગુજરાત હાઇકોર્ટે વીમા કંપનીને 2.42 કરોડ ચુકવવા આદેશ

 | 7:45 am IST

સુરતમાં થયેલા અકસ્માતના ૨૪ વર્ષ બાદ, લંડનમાં રહેતી, મૃતકની પત્ની નિહારિકા દેસાઈને ન્યાય મળ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, ઓરીએન્ટલ વીમા કંપની મૃતકની પત્નીને વળતર પેટે રૂ. ૨.૪૨ કરોડ ચૂકવે. હાઇકોર્ટે સુરતની ધ મોટર એક્સિડેન્ટ્સ ક્લેઇમ ટ્રિબ્યૂનલના આદેશને યથાવત્ રાખ્યો છે.

વર્ષ ૨૦૧૭માં ટ્રિબ્યૂનલે આદેશ કર્યો હતો કે, વીમા કંપની મૃતકની પત્નીને વળતર પેટે નવ ટકા વ્યાજ સાથે રૂ. ૭૯.૦૩ લાખ રૂપિયા ચૂકવે. ટ્રિબ્યૂનલના આ આદેશ સામે, વીમા કંપનીએ વળતર ઘટાડવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટમાં વીમા કંપનીની રજૂઆત હતી કે, મૃતકની પત્નીને વળતર પેટે રૂ. ૪૦ લાખ ચૂકવવાના થાય છે.

બીજી તરફ, નિહારિકાના વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો. કેસની વિગત એવી છે કે, વર્ષ ૧૯૯૫માં નિહારિકાના પતિ નરેશ દેસાઈ કોસંબાથી સુરત, કારમાં જઈ રહ્યા હતા. આ સમયે, ટ્રકે તેમની કારને ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં, નરેશ દેસાઈને ગંભીર ઈજા થઈ હતી અને બે દિવસની સારવાર બાદ, તેનું મૃત્યું થયું હતું.

આ ઘટના બાદ, નિહારિકાએ ટ્રક માલિક અને ટ્રકને થર્ડ પાર્ટીનો વીમો આપતી વીમા કંપની સામે સુરતના ટ્રિબ્યૂનલમાં અરજી કરી હતી. આ અરજીમાં તેણીએ તેના પતિની આવકના આધારે રૂ. ૧.૩૦ કરોડના વળતરનો દાવો કર્યો હતો.

ટ્રિબ્યૂનલમાં નિહારિકાના વકીલની રજૂઆત હતી કે, લંડનમાં નરેશનો પોતાનો બિઝનેસ હતો અને તેની આવક બ્રિટિશ પાઉન્ડમાં હતી. ટ્રિબ્યૂનલ સમક્ષ વીમા કંપનીની રજૂઆત હતી કે, વર્ષ ૧૯૯૫-૯૬માં પાઉન્ડ અને રૂપિયા વચ્ચેનો જે વિનિમય દર હતો તેને ખોટી રીતે મૂલવવામાં આવ્યો છે. આ સમયે, એક પાઉન્ડ દીઠ રૂ. ૫૪.૨૬ નહીં પરંતુ રૂ. ૫૨.૩૫ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન