Intelligence Agencies has Spotted Small Rubber Boats at Various
  • Home
  • Featured
  • પાકિસ્તાનની વિનાશ કાળે વિપરીત બુદ્ધી, ભારતને છંછેડવા રચ્યું વધુ એક ષડયંત્ર

પાકિસ્તાનની વિનાશ કાળે વિપરીત બુદ્ધી, ભારતને છંછેડવા રચ્યું વધુ એક ષડયંત્ર

 | 5:01 pm IST

પાકિસ્તાન રોજેરોજ જમ્મુ-કાશ્મીરને લઈને દુનિયાભરમાં પોતાના બદઈરાદાઓ ફેલાવી રહ્યું છે. પાકિસ્તાનના દરેક પગલા પર દેશની સુરક્ષા એજંસીઓ નજર રાખી રહી છે. અત્યાર સુધી જમીન પરથી હુમલા કરવામાં નિષ્ફળ રહેલું પાકિસ્તાન દરિયાઈ માર્ગે હુમલા કરવાનું વિચારી રહ્યું છે. તેના પુરાવાઓ પણ ભારતને મળ્યા છે.

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ બોર્ડરની નજીક લોન્ચ પેડ પર મોટી સંખ્યામાં રબરની બોટો જોવા મળી છે.  ત્યાર બાદ આ વિસ્તારમાં સૈનાએ વોટર બોડીઝ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. એજન્સીઓનું માનવું છે કે, આતંકીઓ ઘુષણખોરી કરવા માટે આ રબરની બોટનો ઉપયોગ કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અખનૂર, કઠુઆની આસપાસ ભારતીય સુરક્ષા એજન્સીઓએ 13 નાની-મોટી રબરની નૌકાઓ જોવા મળી છે. આ એલર્ટ બાદ ગુઉરેજ સેક્ટરની આસપાસ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. એવી આશંકા છે કે, આતંકવાદી ઘુષણખોરી માટે કૃષ્ણા ઘાટી પર નદીના માર્ગનો ઉપયોગ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, 2011માં પણ આતંકીઓ આ માર્ગે જ ભારતમાં ઘુસ્યા હતાં. થોડા દિવસ પહેલા જ એલર્ટ આપવામાં હતું કે આતંકીઓ ભારતમાં ઘુસવા માટે સમુદ્ર માર્ગનો ઉપયોગ કરી શકે છે, માટે સમુદ્ર માર્ગે ભારતીય નૌકાદળે સઘન સુરક્ષા વ્યવસ્થા બનાવી છે. તેવી જ રીતે હવે સુરક્ષા એજન્સીઓ આતંકીઓ નાની મોટી નદીઓ કે નહેરોના માર્ગે ઘુષણખોરી કરે તેવી શક્યતા છે. 

ભારતે જ્યારથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે ત્યારથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સંગઠનોના આકા સતત ભારતમાં ઘુષણખોરી કરી હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ તેમની કારી ફાવતી નથી. અનેક આતંકીઓને તો ભારતીય સુરક્ષા બળોએ મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમ છતાંયે પાકિસ્તાન તેની નાપાક હરકતમાંથી બહાર નથી આવી રહી.

આ વીડિયો પણ જુઓ : મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન