inter religion marriage supreme court Said great lover man
  • Home
  • Featured
  • યુવતી સાથે લગ્ન કરવા માટે વિધર્મી યુવકે બદલ્યો ધર્મ, છતા પરિવારે કોર્ટમાં કરી આ માંગ

યુવતી સાથે લગ્ન કરવા માટે વિધર્મી યુવકે બદલ્યો ધર્મ, છતા પરિવારે કોર્ટમાં કરી આ માંગ

 | 6:43 pm IST

સુપ્રીમ કોર્ટે આંતર-ધાર્મિક વિવાહના એક મામલામાં સુનાવણી દરમિયાન યુવકને એક મહાન પ્રેમી બનવાની સલાહ આપી, કોર્ટે કહ્યં કે તે આંતર ધાર્મિક કે આંતર જાતિય વિવાહના વિરોધમાં નથી, પરંતુ તેમને માત્ર યુવતીના ભવિષ્યની ચિંતા છે.

સુપ્રીમ કોર્ટમાં બુધવારે છત્તિશગઢના આંતર ધાર્મિક વિવાહનો એક મામલો સામે આવ્યો. આ મામલો હિંદુ મહિલાનો એક મુસ્લિમ યુવક સાથે લગ્નનો હતો. યુવકનું કહેવું છે કે તેને મહિલાના પરિવાર દ્વારા સ્વિકાર કરી લીધા બાદ હિંદુ ધર્મ અપનાવ્યો હતો. જ્યારે મહિલાના પરિવારનો આરોપ છે કે, તેના ધર્મ પરિવર્તનને લઇ તદ્દન ખોટૂ કહેવામાં આવી રહ્યું છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું,’અમે માત્ર તેના (યુવતી)ના ભવિષ્યને લઇ ચિંતિત છીએ. અમે આંતર-ધાર્મિક અથવા આંતર જાતિય લગ્નની વિરૂદ્ધમાં નથી.’ કોર્ટે કહ્યું કે વ્યક્તિને એક વફાદાર પતિ અને મહાન પ્રેમી બનવું જોઇએ. મહિલાના પિતાના વકિલે જોર આપતા કહ્યું કે આ છોકરીઓને ફસાવવાનું નેટવર્ક છે.

સુપ્રિમ કોર્ટે મુસ્લિમ યુવકને સોગંધનાનું રજૂ કરવા કહ્યુ છે. કોર્ટે તે યુવકને પૂછ્યુ કે, શું તેણે આર્ય સમાજના મંદિરમાં લગ્ન બાદ પોતાનું નામ બદલી લીધુ છે અને પોતાનું નામ બદલવા માટે જરૂરી પગલા ભર્યા છે. કોર્ટે કહ્યું,’અમે માત્ર ઇચ્છીએ છીએ કે, યુવતીનું ભવિષ્ય સુરક્ષિત હોય’. મહિલાના પિતાના વકિલે કહ્યું કે, મહિલાને કોઇ સુરક્ષાની જરૂરીયાત નથી. સુર્પીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે અને યુવતીના હસ્તક્ષેપની અરજીને અનુમતિ આપી છે.

આ વીડિયો પણ જુઓ : જૂનાગઢના ભવનાથમાં સિંહ પરિવારના આંટાફેરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન