VIDEO: કેચ પકડાયો, ચકલીઓ ઉડી અને આમ છતાં આઉટ ન થયો હાર્દિક પંડ્યા કારણ કે… – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • VIDEO: કેચ પકડાયો, ચકલીઓ ઉડી અને આમ છતાં આઉટ ન થયો હાર્દિક પંડ્યા કારણ કે…

VIDEO: કેચ પકડાયો, ચકલીઓ ઉડી અને આમ છતાં આઉટ ન થયો હાર્દિક પંડ્યા કારણ કે…

 | 3:40 pm IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચ દરમિયાન એક નો બોલને કારણે સમસ્યા ઉભી થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે ડેડ બોલની સ્થિતિમાં હાર્દિક પંડ્યાને આઉટ કરવાનો દાવો કર્યો પરંતુ મેદાન પરના એમ્પાયરોએ તેમની અપીલને નકારી દીધી હતી. મેચમાં હાર્દિક પંડ્યા 19 રન પર રમી રહ્યો હતો ત્યારે તેની કમરની ઊંચો ફુલ ટોસ બોલ પર શોટ ન મારી શક્યો અને બોલ કવરમાં સ્ટીવ સ્મિથના હાથમાં જતો રહ્યો. આ સમયે જ વરસાદ ચાલુ થઈ ગયો. પંડ્યાને ખબર ન હતી કે એમ્પાયરે નો બોલ આપ્યો છે અને તે પવેલિયન તરફ ચાલતો થઈ ગયો. સ્મિથને આ સમયે લાગ્યું કે પંડ્યાને રન આઉટ કરી શકાય છે તેથી તેણે બોલ કેન રિચર્ડસન તરફ ફેંકી જેણે સ્ટમ્પિંગ કર્યું તે સમયે પંડ્યા ક્રીઝમાં નહોતો.

કેપ્ટન સ્ટીવ સ્મિથ સહિત ઓસ્ટ્રેલિયન ખેલાડીએ રન આઉટ માટે અપીલ કરી પરંતુ એમ્પાયરોએ થોડા સમય બાદ નિર્ણય કર્યો કે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે રન આઉટની અપીલ કરી ત્યારે બોલ ડેડ થઈ ચૂક્યો હતો. વરસાદને કારણે સમગ્ર ઘટનામાં ડ્રામા સર્જાયો હતો. વરસાદ બંધ થયા બાદ પંડ્યા સાથી બેટ્સમેન ભુવનેશ્વર કુમાર સાથે ક્રીઝ પર આવ્યો હતો.

શું કહે છે નિયમ?
એમસીસીના નિયમો પ્રમાણે અનુબંધ 27.7 પ્રમાણે ‘બેટ્સમેન ગેરસમજમાં પોતાની ક્રીઝ છોડે અને અમ્પાયરને લાગે કે બેટ્સમેને ગેરસમજમાં વિકેટ છોડી છે તો તે તેને નોટઆઉટ આપી શકે છે. અમ્પાયર વચ્ચે પોતાની વાત મૂકશે અને બોલને ‘ડેડ બોલ’ જાહેર કરશે. આ પછી અમ્પાયર બેટ્સમેનને પરત બોલાવશે.’