Interesting Facts About Oman Hindu Sheikh Pankaj Kanaksi Khimji
  • Home
  • Featured
  • ઓમાનના સુલ્તાન કાબૂસના મોતથી એક ગુજરાતીને મોટું નુકસાન, કહેવાય છે વિશ્વના એકમાત્ર હિન્દૂ શેખ

ઓમાનના સુલ્તાન કાબૂસના મોતથી એક ગુજરાતીને મોટું નુકસાન, કહેવાય છે વિશ્વના એકમાત્ર હિન્દૂ શેખ

 | 8:18 pm IST

શુક્રવારે ખાડીના દેશ ઓમાનથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સુલ્તાન કાબૂસ બિન સઈદ અલ સઈદનું 79 વર્ષની ઉંમરમાં મોત નિપજ્યું હતું. સુલ્તાન કાબૂસે ત્યાંની રાજગાદી 1970માં પોતાના પિતાનો તખ્તાપલટ કરીને હાંસિલ કરી હતી. 50 વર્ષ સુધી ઓમાન પર રાજ કરનાર સુલ્તાનને આધુનિક વિચારધારાવાળા નેતા માનવામાં આવે છે. પરંતુ તેમના મોતથી ઓમાનના એક વ્યક્તિને વ્યક્તિગત રીતે ઘણું નુકસાન થયું છે. તેનું નામ છે કનકસીભાઈ ખિમજી!

મૂળ રૂપથી ગુજરાતના કચ્છના રહેવાસી અને ઓમાની બિઝનેસમેન કનકસી ખિમજી દુનિયાના એકમાત્ર હિન્દૂ શેખ છે… તેમની કંપની ખિમજી રામદાસ ગ્રુપનો ઓમાન સાથે લગભગ 150 વર્ષ જૂનો સંબંધ ધરાવે છે. કનકસીના પડદાદા રામદાસ ઠાકરસી 1870માં ઓમાનના સૂર શહેરમાં વસ્યા હતા. રામદાસ ઠાકરસી દુનિયાના મોટા દરિયાઈ બંદરો પર ઝડપથી માલ પહોંચાડવાનું કામ કરતા હતા. તે ભારતમાંથી અનાજ, ચા, મિર્ચ-મસાલા લઈ જઈને ઓમાનમાં વેચતા હતા અને ત્યાંથી ખજૂર, ડ્રાય લાઈમ અને લોભાન ભારતમાં લાવીને વેચતા હતા.

ત્યારબાદ કનકભાઈના પિતા અને દાદા ખિમજી રામદાસે મળીને ખિમજી રામદાસ ગ્રુપ ઓફ કંપની સ્થાપી હતી. આ કંપની એટલી મોટી થઈ ગઈ કે કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે સુલ્તાન સઈદ પણ કનકભાઈના દાદા રામદાસ પાસેથી આર્થિક મદદ લેવા માંડ્યા હતા.

ઓમાનના અખબારોનું માનીએ તો, સરકારી મંત્રાલયોમાં કનકભાઈની બોલબાલા વધવા માંડી હતી. તેમની બિઝનેસ સાથે જોડાયેલી સૂઝબૂઝના કારણે ઓમાનના સુલ્તાન ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે ઓમાનના સુલ્તાનને પણ ‘શેખ’ની માનદ ઉપાધિ આપી હતી. સુલ્તાન અને કનકસીના સંબંધો ઉંડા હતા, તેનો અંદાજ તે વાતથી લગાવવામાં આવે છે કે સુલ્તાને ઓમાનના ટૂરિઝમ બિઝનેસને વિકસિત કરવા માટે પોતાની Lo’Lo’ યૉટ કનકભાઈને ગિફ્ટ કરી દીધી હતી.

ઓમાનમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે કનકભાઈએ જે બલિદાન આપ્યું, તેના બદલામાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ તેણે લાઈફ ટાઈમ સર્વિસ એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. તે ઓમાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને ઓમાન ક્રિકેટ ક્લબના ફાઉન્ડર પણ છે.

આ પણ જુઓ વીડિયો: પોરબંદરમાં અરબી સમુદ્ગમાં સ્વીમિંગ કોમ્પિટિશન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન