યે હાથ હમકો દે દે ઠાકુર.... રોકાણ મંત્ર ધરાવતાં ફિલ્મ ડાયલોગ સમજો - Sandesh
  • Home
  • Business
  • યે હાથ હમકો દે દે ઠાકુર…. રોકાણ મંત્ર ધરાવતાં ફિલ્મ ડાયલોગ સમજો

યે હાથ હમકો દે દે ઠાકુર…. રોકાણ મંત્ર ધરાવતાં ફિલ્મ ડાયલોગ સમજો

 | 6:41 pm IST

બોલિવૂડની ફિલ્મોમાં મનોરંજન ઉપરાંત ઘણું બધુ જાણવા અને શિખવાનું હોય છે. આ ફિલ્મોમાં રોકાણ મંત્ર પણ હોય છે, જેને આત્મસાદ કરવાની જરૂર હોય છે. અત્રે અમે પૈસા બચાવતા, કમાણી કરાવતા અને રોકાણની કોઠાસૂઝ આપતાં કેટલાક ડાયલોગ  રજૂ કરીએ છીએ.

ડોયલોગઃ સેંકડો કો મારને વાલા નાયક, પર પ્રાણ બચાએ, વહ દેવતા

બોધાપાઠઃ યોગ્ય સમયે ડરવું અને લાલચ યોગ્ય ગણાય. માર્કેટ ઈન્વેસ્ટમેન્ટસ સાઈકલના તળીયે લાલચું બનો અને ટોપ પર હોય તો ડરો. આના કરતાં ઉધું થવું જોઈએ નહીં.

ડોયલોગઃ દીવારઃ તુમ્હારે પાસ ક્યા હૈ

બોધપાઠઃ એક કા તીન સ્કીમોથી દૂર રહો, હંમેશા ટર્મ વીમો ખરીદો. એક કા તીનમાં રોકાણ કરનાર વિજયની જેમ બધા જ પૈસા ગુમાવે છે અને મા પણ પાસે નથી રહેતી.

શોલેઃ યે હાથ હમકો દેદે ઠાકુર

બોધપાઠઃ બજારમાં હાથ દાઝી ગયા હોય તો પણ રોકાણ કરવાનું ચાલુ રાખો. બજારમાં એક વાર પૈસા ગુમાવીને હતાશ  થઈ જાવ તો હાથ વગરના ઠાકુર (સંજીવકુમાર)ને યાદ કરો. ઠાકુરે તેમનું કામ જય (અમિતાભ) અને વીરુ (ધર્મેન્દ્ર)ને માથે નાખ્યું હતું અને તેમની પાસે જ કામ પૂર્ણ કરાવ્યું. રોકાણની માથાકૂટ મ્યુચ્યુઅલ ફંડ મેનેજરોને સોંપી દો અને જીતની વ્યૂહરચના ઘડી કાઢો.

દોગુના લગાન જબરદસ્ત નહીં હૈ ?  ભર સકે હૈ કોઈ ?  યે બિપદા નહીં હૈ મુખિયાજી, યે હૈ

બોધપાઠઃ ખબર ન હોવાને લીધે વેરા-દંડ ભરવાના સંજોગો ઊભા થવા ન દો. શિખો અને પગલાં ભરો તથા સાવધ રહો. ટેક્સ ડિડકશન, બેન્ક ચાર્જિસ અને પેનલ્ટી અંગે માહિતી મેળવો, જેથી કરી કોઈ દંડ ચુકવવો પડે નહીં

ડાયલોગઃ લાગત હૈ ઈસ ગોલા કા ભગવાન સેવાત કરત કા સિસ્ટમ ટોટલ લુલ હો ચુકા હૈ

બોધપાઠઃ ટોળાનું અનુકરણ કરો નહીં. જાતે રિસર્ચ કરી માહિતી મેળવો. જો શેર બજારમાં સફળ થવું હોય તો તમારે પણ સમય આપવો પડશે અને જાતે રિસર્ચ કરવું પડશે. ટોળાની નકલ ના કરો. નહીં તો તમારું રોકાણ ધોવાઈ જશે.