Interesting talk about Hrithik Roshan On Her Birthday
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવુડમાં જેના નામથી લોકો થરથરે છે તેનાથી હિૃતિક રોશનની છે ગાઢ દુશ્મની

બોલિવુડમાં જેના નામથી લોકો થરથરે છે તેનાથી હિૃતિક રોશનની છે ગાઢ દુશ્મની

 | 11:23 am IST

10 જાન્યુઆરી 1974 નારોજ જન્મેલ હિૃતિક રોશન આજે પોતાના 46માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. આમ તો હિૃતિક રોશનનાં પ્રશંસકો તેના વિશે ખુબ માહિતી ધરાવે છે પરંતુ જન્મદિવસના અવસરે અમે તેના વિશે કેટલીક રોચક વાતો જણાવવા જઇ રહ્યા છીએ, જેને વાંચી તમને પણ મજા આવી જશે.

1. હિૃતિક રોશનનું પુરુ નામ હિૃતિક રાકેશ નાગરથ છે. રાકેશ નામ તેના પિતા અને નાગરથ તેના દાદાજીના નામથી લેવામા આવ્યું છે. ત્યાં જ હિૃતિક રોશનનાં ઘરનું નામ ડુગ્ગૂ છે અને તેના પિતા રાકેશ રોશનનું ઘરનું નામ ગુડ્ડૂ છે.

2. બાળપણમાં હિૃતિક અભિનેત્રી મધુબાલા અને પરવીન બોબીનો દીવાનો હતો. હિૃતિક ધર્મેન્દ્રનો પણ ખુબ મોટો ચાહક છે.

3. આશા, ભગવાન દાદા, આપકે દીવાનેમાં હિૃતિકે ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે.

4. એક દિવસ વેલેન્ટાઇન ડેના દિવસે હિૃતિકને 30 હજાર લગ્નનાં પ્રસ્તાવ આવ્યા હતાં.

5. હિૃતિક રોશનની પ્રથમ ફિલ્મ પહેલા શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેને ફિલ્મની કહાની જ પસંદ આવી ન હતી.

6. હિૃતિકની ફિલ્મ ‘ગુઝારીશ’ની રિલીઝ બાદ સલમાન ખાને કહ્યું હતું કે, આ ફિલ્મ તો કોઇ કૂતરો પણ નહીં જોવે. સલમાન ખાનનાં આ નિવેદન બાદ બંન્નેના સંબંધો એ હદ સુધી વણસી ગયા હતા કે, બંન્ને એક-બીજાને જોવાનું પણ પસંદ નથી કરતા.

7. હિૃતિક રોશન સ્મોકર રહી ચૂક્યો છે. પરંતુ હાઉ ટૂ સ્ટોપ સ્મોકિંગ નામની બુક વાંચ્યા બાદ તેને સિગરેટની લત છોડી દીધી હતી.

8. સંજય લીલા ભણશાળીની ફિલ્મ “ગુઝારીશ” મર્સી કિલિંગ એટલેકે ઈચ્છા મૃત્યુના નવા જ વિષયને લઈને આવી હતી જેમાં રિતિકે 14 વર્ષથી વ્હીલ ચેર પર જિંદગી વ્યતીત કરી રહેલા જાદુગરની ભૂમિકા ભજવી હતી.જે રેડીઓ શો હોસ્ટ કરતો હોય છે. તેની કમર નીચેનો શરીરનો ભાગ અકસ્માતને કારણે પેરેલાઈઝડ હોય છે. હિૃતિકે ઈચ્છા મૃત્યુ માટે કોર્ટમાં અરજી કરી હોય છે અને હિૃતિકની દેખરેખ રાખતી નર્સ ઐશ્વર્યારાય તેના પ્રેમમાં પડે છે તેવી સ્ટોરી હતી. આ ફિલ્મ સુપરહીટ સાબિત થઇ હતી. સલમાન ખાને આ જ ફિલ્મને બકવાસ ગણાવી હતી.

આ વીડિયો પણ જુઓ : સિંહણ સામે શિયાળનો અદ્ભુત અભિનય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન