Photos: મલાઇકાની કમરથી ઉપરના ભાગે જોવા મળ્યું અજીબ ટેટૂ, તસવીરો વાયરલ
અત્યારે મલાઇકા અરોરા (Malaika Arora)ની આ તસવીર ચર્ચામાં છે, પરંતુ તેનો જીમનો લૂક અથવા યોગ (Yoga) લૂકના કારણે નહીં, પરંતુ કોઈક બીજા કારણથી. મલાઇકા દરરોજ જીમ (Gym) અથવા યોગ ક્લાસની બહાર નજર આવે છે, પરંતુ આજે આ તસવીરો એક ખાસ કારણે ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ તસવીરોમાં મલાઇકાનું ટેટૂ (Tattoo) જોવા મળી રહ્યું છે, જે કમરથી ઉપરના ભાગ પર બન્યા છે. કેમેરામાં તેના ટેટૂની અનેક તસવીરો કેપ્ચર થઈ છે, જે રિબ્સ પર જોવા મળી રહ્યું છે.
મલાઇકાની એક આંગળી પર Love લખેલું છે
આ તસવીરો એ સમયની છે, જ્યારે મલાઇકા પોતાની ગાડીથી ઉતરીને યોગ ક્લાસ માટે નીકળી રહી હતી. ઉલ્લેખનીય છે કે મલાઇકા અરોરા ટેટૂની ઘણી જ શોખીન છે. તેણે શરીરના અલગ-અલગ ભાગો પર અનેક ટેટૂ બનાવેલા છે. મલાઇકાના આ ટેટૂમાં ત્રણ ફ્લાઇંગ બર્ડ્સ છે, જ્યાં મલાઇકાની એક આંગળી પર Love લખેલું છે. તો એક અન્ય આંગળી પર મલાઇકાએ રોજરી રિંગ પણ બનાવી રાખી છે. આ ઉપરાંત તેના ગળા પર લોઅર બેકમાં પણ ટેટૂ બનાવેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન