Budget 2019 : Finance Minister Anounce Kamdhenu Yojana
  • Home
  • Budget 2019
  • Budget 2019 : નાણાંમંત્રી પીયૂષ ગોયલે ગાયોને લઈને કરી મહત્વની જાહેરાત

Budget 2019 : નાણાંમંત્રી પીયૂષ ગોયલે ગાયોને લઈને કરી મહત્વની જાહેરાત

 | 12:14 pm IST

કાર્યવાહક નાણાંમંત્રી પીયૂષ ગોયલે અંતરિમ બજેટ 2019 રજુ કર્યું છે. જેમાં તેમણે ગાયો માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારે ગાયો માટે કામધેનુ યોજના શરૂ કરશે.

પીયૂષ ગોયલે બજેટમાં જણાવ્યુ હતું કે, સરકાર કામધેનું યોજના શરૂ કરશે. ગૌમાતાના સમ્માનમાં અને ગૌમાતા માટે આ સરકાર ક્યારેય પાછીપાની નહીં કરે. જે જરૂર હશે તે પુરી કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવવામાં આવશે. રાષ્ટ્રીય ગોકુળ આયોગ બનાવવામાં આવશે અને કામધેનું યોજના પર 750 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

નાણાંમંત્રીએ બજેટ રજુ કરતા કહ્યું હતું કે, પશુપાલન અને મત્સ્ય માટેના કર્જમાં 2 ટકાના વ્યાજની છૂટછાટ મળશે. લોકસભા ચૂંટણી 2019 પહેલા અંતરિમ બજેટમાં સરકારે ખેડૂતો માટે પણ અનેક મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. કાર્યકારી નાણાંમંત્રી પીયૂષ ગોયલે ખેડૂતોને નિરાશ ના કરતા તેમના માટે કેટલીક મોટી જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન