interim-budget-to-be-presented-on-february-1-budget-session
  • Home
  • Business
  • સંસદના બજેટ સત્રનું એલાન, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ

સંસદના બજેટ સત્રનું એલાન, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ

 | 2:30 pm IST

આ વખતે સરકાર તરફથી બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. આ અંતરિમ બજેટ હશે. 31 જાન્યુઆરીથી શરૂ થતુ બજેટ સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. સંસદીય સમિતિ સાથે જોડાયેલી કમિટીએ (CCPA) તરફથી આ નિર્ણય જાહેર કર્યો છે. નાણાં મંત્રાલયમાં 2019-20ના બજેટને તૈયાર કરવાનું કામ પહેલા જ શરૂ થઈ ચુક્યુ છે. 1 ફેબ્રુઆરી 2019નું આ વચગાળાનું બજેટ નાણાં મંત્રી અરૂણ જેટલી રજૂ કરશે. બજેટ ભાષણ માટે અલગ અલગ મંત્રાલયો પોતાનો મત રજૂ કરી ચુક્યા છે.

એનડીએ સરકારનું છેલ્લુ બજેટ

આપને જણાવી દઇએ કે 2019માં થનાર લોકસભા ચૂંટણી પહેલા એમડીએ સરકારનું આ છેલ્લુ બજેટ છે. વર્ષ 2017માં રેલ બજેટ અને સામાન્ય બજેટને એક સાથે રજૂ કરવામાં આવ્યુ હતુ. મોદી સરકારે કરેલ બજેટ અને સામાન્ય બજેટને અલગ અલગ રજુ કરવાની પરંપરાને ખતમ કરી નાખી હતી. આ વખતના અંતિમ બજેટમાં મોદી સરકારે મિડલ ક્લાસને આકર્ષિત કરવા નોકરીયાત વર્ગને ખાસ ઈન્કમ ટેક્સમાં લાભ આપે તેવી શક્યતા છે.

નોકરીયાત વર્ગને મળી શકે છે ફાયદો

સૂત્રો અનુસાર નાણા મંત્રાલય બચત સીમા વધારશે, પેન્શનર્સ માટે ટેક્સ લાભ અને હાઉસિંગ લોનના વ્યાજ પર વધારે છુટ આપવાનો વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. આ વખતના બજેટમાં નોકરીયાત વર્ગને મોદી સરકાર પાસે આશા છે કે તેને ફાયદો કરાવશે. આ સિવાય સરકાર કસ્ટમ ડ્યુટીમાં પણ ફેરફાર કરવાનુ વિચારી રહી છે.