NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રોમાંચક બનશે ટેસ્ટ ક્રિકેટ : 9 દેશ રમશે ચેમ્પિયનશિપ, વનડે લીગ પણ થશે શરૂ

રોમાંચક બનશે ટેસ્ટ ક્રિકેટ : 9 દેશ રમશે ચેમ્પિયનશિપ, વનડે લીગ પણ થશે શરૂ

 | 5:21 pm IST

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હવે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને વનડે લીગ જેવી ટૂર્નામેન્ટ પણ હશે. શુક્રવારે આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને બોર્ડ મેમ્બર્સની મીટિંગ બાદ તે જાણકારી આપી છે. ઉલ્લેખનિય છે કે, પાછલા ઘણા સમયથી આઈસીસી દ્રિપક્ષીય સીરીઝને વધું રોમાંચક બનાવવાની કોશિશ કરી રહ્યું છે.

– ટેસ્ટ ચેમ્પિનશિપમાં 9 ટીમો ભાગ લેશે, જ્યારે વનડે લીગમાં ટીમોની સંખ્યા 13 હશે. ટેસ્ટ લીગની શરૂઆત 2019માં થશે. જ્યારે વનડે લીગ 2020માં શરૂ થશે.

– ટેસ્ટ લીગની બધી જ ટીમો બે વર્ષમાં 6 સીરીઝ રમશે. જેમાં એક સીરીઝમાં બે મેચો હશે. એક ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ત્રણ સીરીઝ રમશે બાકી ત્રણ સીરીઝ વિદેશની ધરતી પર રમશે.

શુ થશે વનડે લીગમાં 

– નવી વનડે લીગ દ્વારા જ ટીમો વર્લ્ડકપ માટે ક્વોલિફાઈ કરી શકશે. 2023માં થનાર વર્લ્ડકપ માટે આના આધારે જ એન્ટ્રી મળશે.
– વનડે લીગમાં 13 ટીમો 8 સીરીઝ રમશે. એક સીરીઝમાં ત્રણ મેચો હશે. વનડે રેન્કિંગની ટોપ 12 ટીમો આ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઈ કરશે, જ્યારે એક ટીમ ICC વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિનર હશે.

– આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે કહ્યું, ‘ક્રિકેટને રોમાંચક અને ઈન્ટરેસ્ટિંગ બનાવવાના હેતુથી આ ટૂર્નામેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેન્સ, સ્પોન્સર્સ અને બ્રોડકાસ્ટર્સની વધતી ડિમાન્ડને નજરમાં રાખીને કરવામાં આવ્યું છે.’