૧૦૦ કરોડનુ કોકેઇન લાવનાર ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાને NCBએ પકડયો - Sandesh
  • Home
  • Ahmedabad
  • ૧૦૦ કરોડનુ કોકેઇન લાવનાર ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાને NCBએ પકડયો

૧૦૦ કરોડનુ કોકેઇન લાવનાર ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાને NCBએ પકડયો

 | 8:10 pm IST

દેશમાં બેગ્લુરૃ,દિલ્હી,મુબઇ અને ગુજરાતના અમદાવાદ,વડોદરા,સુરતમાં મોટાપાયે કોકોઇન સપ્લાય કરતો ઇન્ટરનેશનલ માસ્ટર માઇન્ડ અને નાઇઝેરિયન સીટીઝન જ્હોન સોમાડીના ઉ.વ.૪૧ને નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે અમદાવાદે ઝડપીને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો છે. એનસીબીએ દેશભરમાં કોકોઇનના સપ્લારોને પકડી પાડવા ઝુંબેશ હાથ ધરી હતી જેના ભાગરૃપે બેગ્લુરૃમાંથી ઝડપાયેલા માસ્ટર માઇન્ડ જ્હોનની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને કસ્ટડી કરી દીધી છે. જ્હોન દેશના મોટા શહેરોમાં કેરિયરો મારફત કોકેઇન સપ્લાય કરતા હતો અને એક વર્ષમાં ૧૦૦ કરોડનુ કોકેઇન તેણે ઘુષાડયુ છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને નાઇઝેરિયન સીટીઝનને કોકેઇન સાથે એનસીબીએ પકડયો હતો ત્યાર બાદ જૂન ૨૦૧૭માં વડોદરા રેલવે સ્ટેશનેથી પણ એક નાઇઝેરિયન પાસેથી ૨૫૫ ગ્રામ એમફેટામાઇન અને ૨૫૫ ગ્રામ કોકેઇન અને ૬૫ ગ્રામ એકસટાસી ટેબલેટ મળીને કુલ ૩.૫ કરોડનુ ડ્રગ્સ પકડાયુ હતુ. ત્યાર બાદ બુધવારે વધુ એક નાઇજિરિયન નાગરિક મામદુબયુઝ નોનસો ઉ.વ.૩૮ મુબઇ રાજધાની ટ્રેનમાં આવી રહ્યો છે તેવી માહિતી મળી હતી જેના આધારે તેના વડોદરા રેલવે સ્ટેશનેથી પકડતા તેની પાસેથી એક બેગમાંથી પિસ્તા કેનની અંદર ટેબલેટ સ્વરૃપમાં છુપાયેલુ હેરોઇન મળી આવ્યુ હતુ. વધુ તપાસ કરતા ચોખાના લોટના પેકેટમાંથી હેરોઇન મળ્યુ હતુ. અંદાજે ૧.૨૧૦ કિલોગ્રામ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમંત રૃા.૬ કરોડ થવા જાય છે.

એનસીબીએ દેશભરમાં ઝુબેશ શરૃ કરી હતી કે, બ્રાઝિલ,સાઉથ આફ્રિકા અને સાઉથ અમેરિકાથી કોકેઇન ભારતમાં આવી રહ્યુ છે અને ૨૦૧૪થી કોકેઇનનો દેશના મોટા શહેરમાં સપ્લાયનુ કામ જ્હોન કરી રહ્યો છે તેની શોધખોળ શરૃ કરાતા તે બેગ્લુરૃ ખાતેથી પકડાયો હતો. દેશમાં એનસીબીએ ૧૪ કેસ કોકેઇનના કર્યા છે તેમાં ૨ કેસ એનસીબીે અમદાવાદ યુનિટે કર્યા છે. ગુજરાત અને દેશના કેસોમાં માસ્ટર માઇન્ડ નાઇઝેરિયન જ્હોન હતો.એક વર્ષમાં ૧૦૦ કરોડનુ કોકેઇન ભારતમાં લાવ્યો છે. તેના થકી તેના કરિયરો કોકેઇનના સપ્લાય કરતા હતા. તેના બંધાણીઓ કોણ કોણ છે તેની પણ માહિતી એનસીબી મેળવી રહ્યુ છે.એનસીબીએ દેશમાં બ્રાઝિલ,કમ્બોડીયા,કોલમ્બિયા,વિયેટનામ,નાઇઝેરિયા,કેન્યા,વેનેઝુએલાના ૧૨ ડ્રગ્સ માફિયાઓને પકડયા છે.