આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સંદેશના વાચકોને શુભેચ્છા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સંદેશના વાચકોને શુભેચ્છા

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સંદેશના વાચકોને શુભેચ્છા

 | 2:02 am IST

સંદેશના સ્ત્રી મેગેઝિનના તંત્રી એવાં સન્માનનીય નારી શ્રીમતી રીટાબહેન પટેલ તરફથી નારીનાં વાચકોને હૃદયપૂર્વકની શુભેચ્છા.

રીટાબહેન આજની નારીને સંદેશ આપતાં કહે છે…

  • આજની જરૂરિયાત પ્રમાણે નારી એવી હોવી જોઈએ જે સ્વનિર્ભર તો હોય જ પરંતુ પરિવાર , સમાજ અને સ્વને સાથે લઈને ચાલતી હોય.
  • આજે નારી એવી હોવી જોઈએ જે આર્થિક, માનસિક અને સામાજિક રીતે પગભર, સ્વસ્થ અને સન્માનનીય હોય.
  • આજના સમયની નારી એવી હોવી જોઈએ જે નીડર હોય, સ્વમાની હોય પણ એરોગન્ટ ન હોય.
  • વર્તમાન નારી એવી હોવી જોઈએ જે ગમે તેવા વિકરાળ સ્વરૂપની આપત્તિમાં પણ સંયમ અને સૂઝથી સફળતા પ્રાપ્ત કરી શકે.
  • નવા યુગની નારી એવી હોવી જોઈએ જે કોઈપણ પરિસ્થિતિથી ભાગવાને બદલે તેમાં ભાગ લઈને સુયોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકે.
  • વર્તમાન સમયની નારી એવી હોવી જોઈએ જે પરિસ્થિતિનું કારણ શોધી, દુઃખનું મારણ લાવી, સુખનું તારણ લાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન