આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં નોંધપાત્ર ઘટાડો - Sandesh

આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં નોંધપાત્ર ઘટાડો

 | 1:31 am IST

F&O ફંડાઃ જતિન સંઘવી

વેચવાલી ચાલુ

વૈશ્વિક બજારોમાં ભારે અફરાતફરીની અસર હેઠળ ભારતીય માર્કેટમાં પણ જંગી વેચવાલી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં યુએસ માર્કેટ તેના ટોચના સ્તરેથી ૧૧ ટકા નીચે છે, પરંતુ આપણા માર્કેટ હજીપણ સારી સ્થિતિમાં છે કારણકે આપણે માત્ર ૬ ટકા નીચે છે. વેચવાલીનું દબાણ ખૂબજ તીવ્ર છે અને ટૂંકા અને મધ્યમગાળાનું વલણ રિવર્સ બન્યું છે અને ૨૦૦ ડીએમએ ઉપર પણ તેની અસર જોવા મળી શકે છે. છેલ્લાં બે સપ્તાહમાં તીવ્ર ઘટાડાને કારણે સાધારણ પુલ-બેક જોવા મળી શકે છે, જેનો ઉપયોગ શોર્ટ પોઝિશન બનાવવા માટે કરી શકાય. જો નિફ્ટી ૧૦,૮૩૦ની ઉપર ટ્રેડિંગ કરે તો કરેક્શન પૂર્ણ થયું કહી શકાય.

કેન્ડલસ્ટિક વિશ્લેષણઃ

સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર બંને સૂચકાંકો ગેપ ડાઉન સાથે ખુલ્યાં હતાં અને તેમણે બિગ બ્લેક બોડી કેન્ડલનું નિર્માણ કર્યું છે, જે હાલમાં ચાલી રહેલા ડાઉનટ્રેન્ડ સાથે સુસંગત છે. દૈનિક ચાર્ટ ઉપર નિફ્ટીએ સ્મોલ વ્હાઇટ બોડીનું તથા સેન્સેક્સે દોજીનું નિર્માણ કર્યું છે. આમ એકથી વધુ દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ્સ નજીકના સમયગાળામાં મજબૂત મંદીનો સંકેત આપે છે.

રિટ્રેસમેન્ટ સ્તરોઃ

આ સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૩૩,૪૮૨ અને નિફ્ટીમાં ૧૦,૨૭૬ ઉપર સૂચકાંકોએ વચગાળાના બોટમનું નિર્માણ કર્યું હતું. આ સ્તરેથી બાઉન્સ બેકની સંભાવનાને જોાં સેન્સેક્સમાં ૩૪,૬૧૩-૩૪,૯૬૩-૩૫,૩૧૩ અને નિફ્ટીમાં ૧૦,૬૧૮-૧૦,૭૨૪-૧૦,૮૩૦ના રિટ્રેસમેન્ટ સ્તરોને ધ્યાનમાં લઈ શકાય. સેન્સેક્સ ૩૫,૩૧૩ અને નિફ્ટી ૧૦,૮૩૦ની ઉપર જળવાઈ રહેશે તો જ કરેક્શન પૂર્ણ થશે.

૧૦,૭૦૨-૧૦,૭૩૬: રેઝિસ્ટન્સ ઝોનઃ

આ સપ્તાહે બંને સૂચકાંકો ગેપ ડાઉન સાથે ખુલ્યાં હતાં અને સેન્સેક્સમાં ૩૪,૮૭૪-૩૫,૦૦૬ અને નિફ્ટીમાં ૧૦,૭૦૨-૧૦,૭૩૬ વચ્ચે વિકલી બેરિશ ગેપ બનાવવા નીચા સ્તરે જળવાઈ રહ્યાં હતાં. વિકલી બેરિશ ગેપને મજબૂત રેઝિસ્ટન્સથી બળ મળ્યું છે અને તેનાથી મજબૂત રેઝિસ્ટન્સ ઝોનમાં કોન્ફ્લ્યુઅન્સ ઝોનનું નિર્માણ થશે.

૧૦,૩૪૧ ઉપર ટ્રેન્ડલાઇન સપોર્ટ

ગત સપ્તાહે મંગળવારે વૈશ્વિક માર્કેટમાં ભારે કડાકા બોલ્યાં હતાં અને પરિણામે ભારતીય માર્કેટ ઉપર પણ તેની નકારાત્મક અસરો જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ સપોર્ટ ટ્રેન્ડલાઇન (સેન્સેક્સ ૩૩,૬૪૧ અને નિફ્ટી ૧૦,૩૪૧)નો સપોર્ટ લીધો હતો. જો આ ટ્રેન્ડલાઇનની નીચે સૂચકાંકો જશે તો સેન્સેક્સ અને નિફ્ટી ૨૦૦ ડીએમએ ટેસ્ટ કરી શકે છે.

કરેક્શન સ્તરોઃ

બંને સૂચકાંકો કરેક્શનના મોડમાં છે. સેન્સેક્સમાં વચગાળાના કરેક્શન સ્તરો ૩૪,૩૯૫-૩૩,૭૬૩-૩૩,૧૩૦ તેમજ નિફ્ટીના કરેક્શન સ્તરો ૧૦,૬૦૫-૧૦,૪૨૯-૧૦,૨૫૪ છે.

મધ્યમગાળાનું વલણ નબળું

આ સપ્તાહમાં બંને સૂચકાંકોએ ૨૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૫,૨૪૬ અને નિફ્ટી – ૧૦,૮૨૪)ની ટૂંકાગાળાની સરેરાશ તેમજ ૫૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૪,૨૭૬ અને નિફ્ટી – ૧૦,૫૬૧)ની મધ્યમગાળાની સરેરાશની નીચે સરક્યાં છે. જોકે, સૂચકાંકો ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૨,૪૧૫ અને નિફ્ટી – ૧૦,૦૪૭)ની લાંબાગાળાની સરેરાશ ઉપર જળવાઈ રહ્યાં છે. આમ ટૂંકા અને મધ્યમગાળાનું વલણ નબળું જોવાઈ રહ્યું છે, પરંતુ લાંબાગાળાનું વલણ હજીપણ તેજીમય જોવાઈ રહ્યું છે.

ઓસિલેટર વિશ્લેષણઃ

એમએસીડી અને પ્રાઇઝ આરઓસી બંને નેગેટિવ છે અને વેચાણ મોડમાં છે. આરએસઆઇ (૩૬) મંદીની સંભાવના વ્યક્ત કરે છે. એડીએક્સ વધીને ૩૩ના સ્તરે સ્પર્શ્યો છે, જે બજારમાં પીછેહઠને મજબૂતાઇ મળતી હોવાનો સંકેત છે. દિશાસૂચક સૂચકાંકો વેચાણ મોડમાં છે કારણકે +ડ્ઢૈં એ -ડ્ઢૈં ની નીચે જળવાયેલો છે. એમએફઆઇ (૪૦) બજારમાં નાણાંનો નકારાત્મક પ્રવાહ દર્શાવે છે. ઓબીવી વેચાણ મોડમાં છે. આમ ઓસિલેટર્સ નજીકના સમયગાળામાં મંદી તરફી ઝોકની સંભાવના વ્યક્ત કરે છે.

વોલેટાલિટીમાં વધારો

એક સપ્તાહમાં ઇન્ડિયા વીઆઇએક્સ ૬૦ ટકા જેટલો વધતાં વોલેટાલિટીમાં નોંધપાત્ર વધારો થયો છે. વોલેટાલિટી દર્શાવે છે કે માર્કેટમાં ચિંતા પ્રવર્તી રહી છે. સામાન્ય રીતે વોલેટાલિટીમાં તીવ્ર વધારા સાથે ટ્રેન્ડ રિવર્ઝલ પૂર્ણ થયું હોય છે, જે હવે માર્કેટમાં લાંબાગાળાના ટ્રેન્ડનો સંકેત આપે છે.

ઓપન ઇન્ટરેસ્ટ પીસીઆર અને ઓપ્શન વિશ્લેષણ

ઓપન ઇન્ટરેસ્ટ પીસીઆર ઘટીને ૦.૮૬ના નીચા સ્તરે સ્પર્શ્યો છે, જે મંદીમાં મજબૂતાઇનો સંકેત આપે છે. ઓપ્શન પુટ રાઇટર્સને પણ વ્યાપક અસરો થઇ છે કારણકે માર્કેટમાં તીવ્ર ઘટાડો આવ્યો હતો. પુટ રાઇટર્સને નુકસાન થયું છે અને તેમણે પોઝિશન બદલી છે. ફેબ્રુઆરી શ્રેણી માટેના ઓપ્શન આંકડા અનુસાર ૧૧,૧૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ-અપ અને ૧૦,૦૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપ જોવા મળી શકે છે. આમ ઓપ્શન આંકડા ૧૧,૧૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૦,૦૦૦ના સપોર્ટ પ્રમાણે ટ્રેડિંગ રેન્જની સંભાવના વ્યક્ત કરે છે.