ગુજરાતની બોર્ડર પાસેથી ઝડપાયું સેક્સ રેકેટ,યુવતીઓ પાસે હતાં બોગસ આધારકાર્ડ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતની બોર્ડર પાસેથી ઝડપાયું સેક્સ રેકેટ,યુવતીઓ પાસે હતાં બોગસ આધારકાર્ડ

ગુજરાતની બોર્ડર પાસેથી ઝડપાયું સેક્સ રેકેટ,યુવતીઓ પાસે હતાં બોગસ આધારકાર્ડ

 | 1:02 pm IST

ગુજરીતની બોર્ડર પાસે આવેલા મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના શાહદામાંથી પોલીસે ભરબપોરે મોટું સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. જેમાં 69 યુવતીઓ સહિત 22 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં બાંગ્લાદેશી યુવતીઓનો પણ સામેલ છે.

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કાલે બુધવારના બપોરે શાહદાના રેડલાઈટ વિસ્તારની આજુબાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી રૂમોમાં દરોડા પાડતાં આ રેકેટનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રના પુનાના રેસક્યુ ફાઉન્ડેશન સંસ્થાના સામાજિક કાર્યકરોએ આ બાબતે મહારાષ્ટ્રના વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. જબરદસ્તી યુવતીઓને આ વ્યવસાયમાં ધકેલી દેવામાં આવતા હોવાની ફરિયાદો થવાના પગલે પોલીસે તપાસ હાથ ધરી અને આ સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું.

દેહવ્યપાર સાથે સંકળાયેલી આ યુવતીઓની ઉંમર 16થી 30 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આમાં ઝડપાયેલી યુવતીઓ પાસેથી શાહદા ડોડાઈચા, શીરપુર અને નંદુરબાર જિલ્લાના બોગસ આધાર કાર્ડ પણ મળી આવ્યાં છે. અહીંથી ઝડપાતા ગ્રાહકોમાં ગુજરાતના પ્રતિષ્ઠીત વ્યક્તિના સંતાનો તેમજ કોલેજના વિદ્યાર્થીઓની ધરપકડ થઈ છે જેમને છોડાવવા માટે મોટા માથાઓની ભીડ જામી છે. આટલા મોટા સેક્સ રેકેટની જાણ લોકોએ પોલીસને કરવી પડે તે અંગે ઘણી અટકળો વહેતી થઈ છે.

;