international studies covid19 infection and flu dual threat be this winter
  • Home
  • Featured
  • આ 2 બીમારીને લઈને વૈજ્ઞાનિકોની વધી ચિંતા, જલ્દી વધશે કેસ

આ 2 બીમારીને લઈને વૈજ્ઞાનિકોની વધી ચિંતા, જલ્દી વધશે કેસ

 | 11:14 pm IST
  • Share

  • 2 રોગને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
  • શિયાળાની સાથે જ વધી શકે છે મુસીબત
  • વધી શકે છે કોરોના અને ફ્લૂના દર્દીની સંખ્યા

બ્રિટન સિવાય પશ્ચિમી દેશમાં કોરોના સંક્રમણ ઓછું થયું છે. પરંતુ વૈશ્વિક મહામારી દૂર થતા પહેલા લાંબો રસ્તો બાકી છે. શિયાળામાં આ સીઝનમાં ચિંતા વધી શકે છે. શ્વસન તંત્રના રોગ અને ખાસ કરીને ઈન્ફ્લુએન્ઝાનો હુમલો કોરોનાને ફરીથી આમંત્રણ આપી શકે છે.

વેક્સિનેશન નીવડશે કારગર

કોરોના અને ઈન્ફ્લૂએન્ઝાને માટે પ્રતિરક્ષા તંત્રની પ્રતિક્રિયા કમોબેશ સમાન છે. સંક્રમણ કે વેક્સિનેશનની સાથે કોઈ પણસંક્રમણનો બચાવ શક્ય છે. પરંતુ વેક્સિનની અસર ધીરે ધીરે નબળી થવા લાગે છે. અને ફરીથી થતું સંક્રમણ શક્ય છે લક્ષણો વિનાનું હોય. ફરીથી સંક્રમિત થતા વ્યક્તિને ગંભીર સંક્રમિત થવાની શક્યતા ઓછી રહે છે.

આ કારણે વધી શકે છે ફ્લૂનો પ્રકોપ

કોરોનાને રોકવા માટે લેવાયેલા કારગર નિયમોના કારણે લોકો ફ્લૂના સંપર્કમાં આવ્યા હોય તેવું ઓછું બને છે. એવામાં રોગની પ્રતિરોધક ક્ષમતા ઘટે છે. જો ફ્લૂનો પ્રકોપ વધશે તો તે વધારે લોકોને પ્રભાવિત કરશે. આ સિવાય લોકોને ગંભીર રીતે બીમાર પણ કરશે.

સંશોધનકર્તાઓને રહે છે આ ખતરો

જ્યારે કોરોના આવ્યા ત્યારે બ્રિટનમાં ઈન્ફ્લૂએન્ઝા પણ ફેલાયો હતો. અહીં અધ્યયનમાં જાણવા મળ્યું કે બંને પ્રકારના સંક્રમણથી પીડિત લોકોને ખાસ કરીને હોસ્પિટલમાં એડમિટ કરવાની જરૂર અને વેન્ટીલેશનની સુવિધાની જરૂર 2 ગણી વધારે રહી અને સાથે મોતનો ખતરો પણ વધારે રહ્યો. બ્રિટનમાં આ વર્ષે ઈન્ફ્લૂએન્ઝાનો પ્રકોપ વધારે રહેશે અને નહીં હોય તો નક્કી છે કે તેનો પ્રકોપ વધશે. જો તેવું થશે તો કોરોનાથી પહેલાના વર્ષની સરખામણીએ વધારે લોકો પ્રભાવિત થશે અને સાથે તેના કારણે મોતનો આંક પણ વધશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો