મહિલાઓ માટે ખુબ જ કામના છે આ વિશેષ સેફટી એપ... - Sandesh
  • Home
  • Technology
  • મહિલાઓ માટે ખુબ જ કામના છે આ વિશેષ સેફટી એપ…

મહિલાઓ માટે ખુબ જ કામના છે આ વિશેષ સેફટી એપ…

 | 7:01 pm IST

કોઈ પણ દીકરી અથવા મહિલાની સુરક્ષાને લઈને તેમના પરિવારજનો હમેશા હેરાન રહેતા હોય છે. મહિલાઓ વિરૂદ્ધ ગુનો રોકવા અપડા હાથમાં નથી, ના ઘરની બહાર નીકળતા રોકી શકાય, એવામાં સાવધાની રાખવી ખુબ જરૂરી હોય છે. સુરક્ષા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં અમે તમને અમુક એવી એપ્સ વિષે જણાવવા માંગીએ છીએ જે મહિલાઓને મુશ્કેલીના સમયમાં કામ લાગી શકે છે.

Woman Safety
આ એપની મદદથી તમે મુસીબતમાં ફસાઓ ત્યારે બસ એક ટેપની પોતાના પરિજનોને સિગ્નલ મોકલી શકો છો. આમાં સેવ કરવામાં આવેલા ઈમર્જન્સી નંબર પર બસ એક ક્લિકથી મેસેજ પહોંચી જશે.

Raksha
આ એપ પણ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. આ એપના બટનથી મુસીબતના સમયમાં તમે નજીકના લોકો સાથે લોકેશન શરે કરી શકો છો. એપ બંધ પણ હશે તો પણ તમે વોલ્યુમ કીને 3 સેકન્ડ્સ સુધી દબાવી રાખશો તો સિલેક્ટેડ કોન્ટેક્ટ્સ પર મેસેજ જતો રહેશે.

My SafetiPin
મહિલાઓની સેફટી માટે આ એપ ખુબ સારી છે. આ એપ સેફ્ટી સ્કોર એરિયા પર આધારિત છે. તમે કોઈ અસુરક્ષિત વિસ્તારમાં પહોંચશો તમને એલર્ટ મળી જશે. આ સાથે તમે કોઈ મિત્ર અથવા પરિવારના સભ્યને ઈન્વાઈટ પણ મોકલી શકો છો જેથી તે તમને ટ્રેક કરી શકે. જો તમે લેટ નાઈટ મિત્રો સાથે ક્યાંક જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ એપની મદદથી સેફ રૂટ સિલેક્ટ કરી શકો છો.

Chilla
આ ઘણી સારી સેફ્ટી એપ છે. આ પહેલી એપ છે જે મહિલાઓની ચીસને ડિટેક્ટ કરે છે. ચીસ સાંભળતા જ આ એપ ટ્રિગર થઈ જાય છે. આ માટે તમારે ફોન અનલોક કરવાની કે પછી ખોલવાની જરૂર નથી પડતી.

redEye- Women Safety
રેડ આઈ એપ તમને ટ્રેક કરે છે અને તમે મુશ્કેલીના સમયમાં તમારા પરિવારને તે જાતે જ એલર્ટ મોકલે છે. તમારે કોઈ એક્શન લેવાની જરૂર નથી પડતી. આ એપમાં ઘણાં સારા ફીચર્સ છે, જેમકે તમે ક્યાંક જાઓ અને એક જ લોકેશન પર વધારે સમય સુધી રોકાઈ જાઓ તો પરિવારના લોકોને એલર્ટ જશે. આ સિવાય કોઈ તમારો ફોન ઓફ પણ નથી કરી શકતું.