આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : વિચરતાઓનો વિસામો બની નારી - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : વિચરતાઓનો વિસામો બની નારી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : વિચરતાઓનો વિસામો બની નારી

 | 12:48 pm IST

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આજના દિવસે નારી શક્તિને બિરદાવવામાં આવી રહી છે. સમાજમાં અનેક એવી મહિલાઓ છે જે પુરૂષો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બનતી હોય છે. આવા એક જ રિયલ લાઈફ હિરો છે મિત્તલ પટેલ. મિત્તલ પટેલ સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓને ઓળખ અપાવવાનું અને તેમના ઉત્થાનનું ઉત્કૃષ્ઠ કહી શકાય તેવું કામ કર્યું છે. ભટકતું જીવન જીવતી અને સરકારી લાભોથી અગલી રહેલી આ જાતિના બાળકોને શિક્ષણ પુરૂ પાડવાની અને તેમને લાભો અપાવનારા મિત્તલ પટેલને અનેક એવોર્ડથી નવાજવામાં આવી ચુક્યાં છે. વીએસએસએમ દ્વારા વિવિધ વિચરતા સમાજને વગર વ્યાજની લોન આપી તેમને પગભર બનાવવાનું કામ કરી રહ્યાં છે. મિત્તલ પટેલ રૂપી એક આશાના કિરણે વિચરતા લોકોના સમના સાકાર કરી આપ્યાં છે.