ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ,કામ એક જેવું પણ તફાવત મોટો! - Sandesh
 • Home
 • Technology
 • ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ,કામ એક જેવું પણ તફાવત મોટો!

ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ,કામ એક જેવું પણ તફાવત મોટો!

 | 8:45 am IST

ઇન્ટરનેટ મતલબ ઘણા બધા કમ્પ્યૂટરો કે અનેક મોબાઇલ અથવા તો એવી તમામ સિસ્ટમો સાથે મળીને બનેલું એક વિશેષણ નેટવર્ક છે. જ્યારે વર્લ્ડ વાઇડ વેબ ઇન્ટરનેટથી હાઇપરટેકસ્ટ ડોક્યુમેન્ટસ મેળવવા માટેની સિસ્ટમ છે. તેને www કે વેબ પણ કહેવાય છે. પહેલી વખત તેનો ઉપયોગ ટિમ બર્નર્સ લીએ ૧૨ માર્ચ ૧૯૮૯ના દિવસે કર્યો હતો. એ ટેક્નિકને હવે ૩૦ વર્ષ થઇ ગયા છે. શું હોય છે એ બધાનું કામ, એ જરા સમજીએ.

કઈ રીતે કામ કરે છે ઇન્ટરનેટ ?

જ્યારે તમે ઇન્ટરનેટ પર કોઇ વેબસાઇટ ખોલો છો કે કંઇક સર્ચ કરો છો, તો તમારી સિસ્ટમમાંથી તે સર્ચ રિકવેસ્ટ તમારા ઇન્ટરનેટ ર્સિવસ પ્રોવાઇડર પાસે જાય છે, ત્યાંથી એ રિકવેસ્ટ સર્ચ કરાયેલી વેબસાઇટના સર્વર પર જાય છે, ત્યાંથી તમારા દ્વારા સર્ચ કરાયેલી માહિતી એ જ માર્ગે પાછી તમારી પાસે પહોંચે છે.

તો પછી વેબનો તેમાં શો ઉપયોગ ?

 • પહેલાં કેટલાક ટેક્નિકલ શબ્દ જાણી લઇએ, જેથી તેને સરળતાથી સમજી શકાય. યુઆરએલ એટલે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ સ્રોતોનું એક સરનામું હોય છે, તેને આજકાલ વેબસાઇટ કે લિંક પણ કહેવાય છે.
 • એચટીએમએલ એટલે કે હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ વેબની પોતાની ભાષા હોય છે. કમ્પ્યૂટર અને તેની સાથે જોડાયેલી સિસ્ટમ ક્યારેય પણ હિન્દી કે અંગ્રેજી જેવી કોઈ ભાષામાં કામ કરતી નથી. તેની પોતાની એક ભાષા હોય છે, જેને મશીન લેન્ગ્વેજ પણ કહેવાય છે.
 • વર્ષ ૧૯૯૪માં આખી દુનિયા માટે વેબને ખોલી નાખ્યું. એ ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિકારી સાબિત થયું. ટિમે વેબને દુનિયા માટે ફ્રી જ રાખ્યું.
 • એચટીટીપી એટલે કે હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, એ વ્યવસ્થા છે, જે થકી એચટીએમએલ ફાઇલોને ઇન્ટરનેટ દ્વારા વેબ બ્રાઉઝર અને સર્વરની વચ્ચે મોકલાય છે. અને સર્વર એ સ્થળ છે, જ્યાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ફાઇલો સ્ટોર કરાય છે. હાઇપર લિંક મતલબ કે કોઇ વેબ પેજ પર લાગેલું બીજા વેબ પેજનું વેબ એડ્રેસ, જેના પર ક્લિક કરવાથી સીધા જ બીજા પેજ પર પહોંચી જવાય છે.
 • ૧૯૮૯માં વેબ આવતા પહેલાં કોઇ વેબસાઇટ નહતી. ઇન્ટરનેટનો ઉપયોગ કોઇ કંપનીમાં અંદરોદર સંદેશાવ્યવહાર માટે કરાતો હતો. ટિમ બર્નર્સ લી ૧૯૮૯માં સ્વિટ્ઝરલેન્ડની સર્ન લેબમાં કામ કરી રહ્યા હતા, ત્યાં તેમણે જોયું કે સાથી વિજ્ઞા।ની એક સિસ્ટમથી બીજી સિસ્ટમમાં ઇન્ટરનેટથી બીજી સિસ્ટમમાં ઇન્ટરનેટથી ડેટા ટ્રાન્સફર કરી શકતા ન હતા, એ સંજોગોમાં તેમણે એક નવી સિસ્ટમ તૈયાર કરવાનું વિચાર્યું.
 • ટિમે એક વેબ બ્રાઉઝર અને વેબ સર્વરની મદદથી પ્રારંભિક વર્લ્ડ વાઇડ વેબ બનાવ્યું. તેમાં હાઇપર લિંકસનો ઉપયોગ કરાયો હતો. તેનો અર્થ એ કે ફક્ત એક જ ક્લિકમાં એક પેજ પરથી બીજા પેજ પર પહોંચી શકાતું હતું. સાથે જ ટેક્સ્ટ, ફોટો અને વીડિયોનો ઇન્ટરનેટ પર ઉપયોગ ઘણો જ સરળ થઇ ગયો.
 • આજે પણ વેબસાઇટ ડિઝાઇનિંગમાં HTML અને જાવા સ્ક્રિપ્ટ જ ઉપયોગમાં લેવાય છે.
 • એક એવી સિસ્ટમ જે એચટીએમએલ, એચટીટીપી અને એચટીએમએલ ત્રણને સમજી શકે. તેમના બોસે ત્યારે કહ્યું હતું કે આ સમજથી દૂર લાગે છે પણ લાગે છે દિલચસ્પ.
 • http://info.cern.ch/hypertext/WWW/TheProject.html દુનિયાની પહેલી વેબસાઇટ છે, જે ટિમે જ બનાવી હતી અને આજે પણ તે કાર્યરત છે. માર્ચ ૧૯૯૧માં વેબ પહેલી વખત સર્ન સંસ્થામાં ટિમે પોતાના સાથીઓને ઉપલબ્ધ કરાવી હતી. ૧૯૯૩માં ઇલિનોઈ યુનિવર્સિટીમાં તેનું સર્વર રખાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન