Internet remains free and fair in India as neutrality gets the nod
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સરકારે ઇન્ટરનેટ આઝાદીનો માર્ગ મોકળો કર્યો, નેટ ન્યૂટ્રિલિટીને મંજૂરી

સરકારે ઇન્ટરનેટ આઝાદીનો માર્ગ મોકળો કર્યો, નેટ ન્યૂટ્રિલિટીને મંજૂરી

 | 5:11 am IST

કેન્દ્ર સરકારે નેટ ન્યૂટ્રિલિટી પર મંજૂરીની મહોર મારતાં દેશમાં ઇન્ટરનેટના અમર્યાદિત ઉપયોગનો માર્ગ મોકળો બન્યો છે. ટેલિકોમ કમિશને નેટ ન્યૂટ્રિલિટીના નિયમોને મંજૂર કરી દીધા હતા.

સરકારે નેટ ન્યૂટ્રિલિટીના નિયમોનો ભંગ કરનારની સામે આકરાં પગલાં ભરવાની ચેતવણી ઉચ્ચારી છે. નવેમ્બર ૨૦૧૭માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સૂચિત ભલામણો અનુસાર ઇન્ટરનેટ સેવાપ્રદાતાઓ હવેથી ઓનલાઇન સામગ્રીમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કે દખલ નહીં કરી શકે. ટેલિકોમ કમિશને નવા નેટ ન્યૂટ્રિલિટી નિયમો, નવી ટેલિકોમનીતિ અને બીજી કેટલીક દરખાસ્તોને મંજૂરી આપી હતી. ટેલિકોમસચિવ અરુણા સુંદરરાજને કહ્યું કે ટેલિકોમ કમિશને ટ્રાઈ દ્વારા સૂચિત નેટ ન્યૂટ્રિલિટીના નિયમો મંજૂર રાખ્યા છે, તેમણે કહ્યું કે ભારત માટે તો ભૌતિક માળખાં કરતાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મહત્ત્વનું છે.

નેટ ન્યૂટ્રિલિટી શું છે : આપણે ઇન્ટરનેટ ચલાવવા માટે આપણા હિસાબે ડેટાપેકનું રિચાર્જ કરાવતાં હોઈએ છીએ અને આપણી મરજીમાં આવે તેવી રીતે ઇન્ટરનેટ પર વોટસ્એપ, સ્કાઇપ, વાઇબર, ફેસબુક, ગૂગલ સર્ચ અથવા યૂ ટયૂબનો ઉપયોગ કરતાં હોઈએ છીએ, જેમાં આપણા ડેટાપેકને હિસાબે સ્પીડ અને ડેટા મળે છે, તેમાં કોઈ અડચણ આવતી નથી, એટલે કે આપણે બિલકુલ આઝાદ બનીને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા મુક્ત છીએ તેને નેટ ન્યૂટ્રિલિટી કહેવાય છે.

નેટ ન્યૂટ્રિલિટીનો ફાયદો અને નુકસાન : નેટ ન્યૂટ્રિલિટીને કારણે ડેટા રિચાર્જ કરાવ્યા બાદ આપણે કોઈ પણ વેબસાઇટનો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ પણ વેબસાઇટ કે એપ્લિકેશન માટે વધારાની કોઈ ફી આપવી પડતી નથી. નેટ ન્યૂટ્રિલિટીમાં તમામ પ્રકારનાં ઇન્ટરનેટ ટ્રાફિકની સાથે એક સમાન વર્તાવ કરવામાં આવે છે. જે વેબસાઇટ ટેલિકોમ કંપનીઓને ફી આપે અથવા તેની સાથે જોડાણ ધરાવતી હોય ફક્ત તે ફ્રી હશે. તે સિવાયની તમામ વેબસાઇટ ઉપભોક્તાઓ માટે પ્રતિબંધિત અથવા તો ઘણી ધીમી ગતિએ ચાલતી રહે છે. જો ઉપભોક્તાઓ તેને વાપરવા માગતા હોય તો તેને માટે અલગથી ઇન્ટરનેટ પ્લાન લેવો પડે છે.