Intex એ વેલેન્ટાઈન ડે થીમ પર નવો સ્માર્ટફોન કર્યો લોન્ચ - Sandesh
  • Home
  • Technology
  • Intex એ વેલેન્ટાઈન ડે થીમ પર નવો સ્માર્ટફોન કર્યો લોન્ચ

Intex એ વેલેન્ટાઈન ડે થીમ પર નવો સ્માર્ટફોન કર્યો લોન્ચ

 | 11:59 am IST

વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો હોવાથી તમામા ટેક કંપનીઓ પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. હવે Intex તરફથી વેલેન્ટાઈન ડે થીમ પર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઘરેલૂ સ્માર્ટફોન બનાવતી કંપનીએ ELYT Dual સ્માર્ટફોનનો રોયલ રેડ લિમિટેડ એડિશન લોન્ચ કર્યુ છે. કંપનીએ તેની કિંમત 6,999 રૂપિયા રાખી છે.

આ સ્માર્ટફોનને ગત વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે કંપનીએ તેને શેમ્પેઈન ગોલ્ડ અને બ્લેક કલર વેરિયેન્ટ લોન્ચ કર્યુ હતું. આ નવો રોયલ રેડ લિમિટેડ એડિશન સ્માર્ટફોન સમગ્ર દેશમાં બધા રિટેલ સ્ટોર્સમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે.

તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોનને ખાસ સેલ્ફી માટે બનાવામાં આવ્યો છે, એટલા માટે તેના કેમેરાનું સેગમેન્ટ એકદમ બેસ્ટ છે. ELYT Dual અને LED ફ્લેશ સાથે 8MP+2MP નાં બે કેમેરા આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે તેનાં કેમેરાથી DSLR જેવી તસ્વીરો ક્લિક કરી શકાય છે. તો તેનાં રિયરમાં LED ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રંટ અને રિયર બંને કેમેરામાં ઓટોફોકસ સપોર્ટ આપવામાં આવ્યું છે.

ડ્યુઅલ ફ્રંટ કેમેરા સિસ્ટમને સારા ફિલ્ટર્સની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, જેમ કે, બુકે ઈફેક્ટ, બેકગ્રાઉન્ડ ચેન્જ ઈફેક્ટ, 3D નોઈસ રિડક્શન (3D NR) સાથે ઘણા ફિલ્ટર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઈસ ‘સ્પાઈસ કેમ’ થી લેસ છે, જેનાથી યૂઝર્સ ખાનગી રીતે ફોટો ક્લિક કરી શકે છે, જે કોઈ પણ જાણકારી વગર ગેલેરીમાં સેવ થઈ જશે.

ELYT Dual માં 2.5D કર્વ્ડ ગ્લાસની સાથે 5 ઈંચ HD IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 2GB રેમની સાથે 1.3GHz ક્વોડકોર સ્નેપડ્રેગન 9850 ચિપસેટ આપવામાં આવી છે. તેની ઈન્ટરનલ મેમરી 16GBની છે, જેને કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.

Intex ELYT Dual આઉટ ઓફ ધ બોક્સ એન્ડ્રોઈડ 7.0 નૂગટ પર ચાલશે. તેની બેટરી 2400mAhની છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, Bluetooth, Wi-Fi જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.