ભારતમાં માત્ર 4,449 રૂપિયામાં લોન્ચ થયો 4G સ્માર્ટફોન, જાણો ફીચર અને કિંમત - Sandesh
  • Home
  • Technology
  • ભારતમાં માત્ર 4,449 રૂપિયામાં લોન્ચ થયો 4G સ્માર્ટફોન, જાણો ફીચર અને કિંમત

ભારતમાં માત્ર 4,449 રૂપિયામાં લોન્ચ થયો 4G સ્માર્ટફોન, જાણો ફીચર અને કિંમત

 | 5:51 pm IST

ઈન્ટેક્સએ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન Aqua Lions T1 Lite લોન્ચ કર્યો છે. તેનાં પહેલાં કંપનીએ Aqua Lion T1 લોન્ચ કર્યો હતો અને આ તેનું અપગ્રેડ વર્જન છે. તેની કિંમત 4,449 રૂપિયા છે. ભારતીય બજારમાં સૌથી સસ્તો સ્માર્ટફોન છે. 5 ઈંચની એચડી સ્ક્રીન વાળા આ સ્માર્ટફોનમાં Android 7.0 Nougat આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 1.3GHz મીડિયાટેક ક્વોડકોર પ્રોસેસર આપવામાં આવી છે અને તેમાં 1GB રેમ છે. ઈન્ટરનલ મેમરી 8GB ની છે, જેને માઈક્રો એસડી કાર્ડ લગાવીને તમે તેને 64GB સુધી વધારી શકો છો.

ફોટોગ્રાફી માટે તેમાં એલઈડી ફ્લેશની સાથે 5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 2 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે. તેની બેટરી 2200mAh ની છે અને કંપનીનો દાવો છે તે 6 કલાક સુધી તેની બેટરી ચાલશે, જ્યારે 10 દિવસનું સ્ટેન્ડબાય બેકઅપ મળશે.

આ ડ્યુઅલ સ્માર્ટફોન છે અને કનેક્ટિવિટી માટે તેમાં સ્ટાન્ડર્ડ ફીચર આપવામાં આવ્યા છે. તેમાં 4G VoLTE, WiFI, બ્લૂટૂથ, માઈક્રો યૂએસબી પોર્ટ અને A/GPS શામેલ છે. આ સ્માર્ટફોન ત્રણ કલરના ઓપ્શનમાં મળશે, રોયલ બ્લૂ, સ્ટીલ ગ્રે અને શેમ્પેઈન. આ સ્માર્ટફોન 21 લેંગ્વેજને સપોર્ટ કરે છે જેમાં હિન્દીનો પણ સમાવેશ થાય છે. કંપનીનાં અનુસાર, તેમાં વેલ્યૂ એડેડ સર્વિસ છે, તેમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પણ શામેલ છે.