Intimacy should not be used when it comes to private parts
  • Home
  • Featured
  • પ્રાઇવેટ પાર્ટમાં આવતી હોય ખંજવાળ ત્યારે ન કરવું જોઇએ સેક્સ, નહીંતર..

પ્રાઇવેટ પાર્ટમાં આવતી હોય ખંજવાળ ત્યારે ન કરવું જોઇએ સેક્સ, નહીંતર..

 | 3:47 pm IST

સંભોગ લાઇફનું એક અભિન્ન અંગ છે. જેને એક કપલની વચ્ચે મજબૂત સંબંધનો આધાર માનવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે કેટલીક સ્થિતિ એવી પણ હોય છે. જ્યારે તમે સંભોગ કરવાથી દૂર રહેવું જોઇએ. આવો જોઇએ તે કઇ સ્થિતિ છે.

માનવામાં આવે છે કે સંભોગ દરેક દર્દની દવા છે. તેનાથી માથાનો દુખાવો, થાક જેવી સમસ્યાઓ દૂર થઇ જાય છે. પરંતુ તમને પ્રાઇવેટ પાર્ટમાં કોઇપણ પ્રકારનો દુખાવો કે ખંજવાળ આવી રહી છે તો તમે એવી સ્થિતિમાં પાર્ટનરથી દૂર રહો.

જો તમે કોઇ એવા વ્યક્તિને ડેટ કરી રહ્યા છો જે પરણિત કે કમિટેડ છે. તેમજ એવો વ્યક્તિ જે તમને ખૂબ લવ કરે છે પરંતુ તમે નથી કરતા તો આવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે સેક્સ્યુઅલ રિલેશન ન બનાવો.

તમે તમારા પાર્ટનરની સાથે ડેટ પર તો ઘણી વખત ગયા હશો. મસ્તી અને પાર્ટી પણ કરી હશે. પરંતુ તેનો મતલબ એ નથી કે તેમ તમારા પાર્ટનરને યોગ્ય રીતે જાણો છો. તમને તમારા પાર્ટનરને લઇને ડાઉટ છે. જો તમને તમારા પાર્ટનરની થોડીક પણ નજીક આવવામાં હિચકિચાટ થઇ રહી છે તો તમે એવી સ્થિતિમાં પાર્ટનરની સાથે સેક્સ્યુઅલ રિલેશન ન બનાવો.

વાત જ્યારે સેક્સની આવે છે તો પ્રોટેક્શન ખૂબ જરૂરી હોય છે અને એવી સ્થિતિમાં તમારા પાર્ટનર સાથે કોઇપણ પ્રકારની સાવધાની વગર સંભોગ ન કરવો જોઇએ.

કહેવામાં આવે છે કે મન લગાવીને કરેલું કામ હમેશા સારુ પરિણામ આપે છે અને આ વાત પાર્ટનર્સની વચ્ચે સેક્સ્યુઅલ રિલેશનશિપ પર પણ લાગૂ પડે છે. પરંતુ તમારું અને તમારા પાર્ટનરનું મન નથી કરતું તો સેક્સથી દૂર રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન