અંતરંગ સુંદરતા - Sandesh

અંતરંગ સુંદરતા

 | 1:15 am IST

ફેશન । નીતુ

લોંઝરી સ્ત્રીઓના આંતરવસ્ત્રો અને રાત્રી પોશાક છે. તે નારીને સાર્મથ્ય પ્રદાન કરે છે. સિલ્કનાં આ નાનકડા ટુકડાંથી નારી વધુ આત્મવિશ્વાસુ, સક્ષમ અને વધુ સેક્સી લાગે છે. આ લોંઝરી વૈભવ કે શોખ માટે નથી, તેનો ઉપયોગ સ્ત્રીને યોગ્ય ઉત્તમ દેખાવ પ્રદાન કરવા અને ઉત્તમ લાગણી જન્માવવા માટે છે. લોંઝરી શબ્દ જૂનો ફ્રેન્ચ શબ્દ લિંગે- કે જેનો મતલબ લેનિન થાય છે. તેમાંથી મૂળ ઇંગ્લિશ ભાષામાં અંદરના કપડાં માટે પરિચિત કરવામાં આવ્યો હતો. તેથી વ્યાપક રીતે તે આંતરવસ્ત્રો સૂચવે છે. ૧૮૫૦ની સદી સુધી તેનો વ્યાપ બહુ થયો ન હતો પણ સમયાંતરે આ પ્રલોભનકારી ધડ ઢાંકનાર ચોળી સ્ત્રીઓ ભાગ્યે જ પહેરવાનું ચૂકતી. આજે સમય બદલાયો છે અને આ લોંઝરીએ નવો અવતાર ધારણ કરેલો છે.

લોંઝરીના ડિઝાઇનર્સને આજે ખ્યાલ આવ્યો છે કે આ વસ્ત્ર માત્ર સેક્યુઅલી આનંદ પ્રમોદ માટે નહીં પણ શરીરની ફિટનેસ અને સાનુકૂળતા માટે છે. જૂના જમાનાની નારીઓ કે જે પોતાના ઘરસંસાર પૂરતી જ મર્યાદિત રહેતી તેવી આજની નારી રહી નથી. તેઓ આજે બળવાન, સ્વતંત્ર, વ્યવસાયી અને ગતિશીલ છે અને તેમની વ્યક્તિગત જાતીયતા, દેખાવ વગેરે બાબત આંતરવસ્ત્રો પસંદ કરવા મુક્ત છે. તેમને તેમનાં આંતરવસ્ત્રોમાં પણ સુંદર દેખાવવું ગમે છે.

સીધી વાત :

લોંઝરી આંતરવસ્ત્રો કરતાં કંઇક વિશેષ છે. કોઇ પણ નારી હોય પછી તે જાડી, પાતળી, ઊંચી, કાળી કે ગોરી ગમે તે પ્રકારની હોય પણ લોંઝરીની હાજરી અર્થપૂર્ણ રીતે તેને નારીત્વની ઓળખ આપે છે. માટે જ આ નાનકડો પોશાક પહેરનારનાં રોમાન્સ કે પ્રેમ વ્યક્ત કરવા પૂરતો મર્યાદિત ન રહેતાં તેમનાં મૂડ અને વિચાર પ્રમાણે આ આંતરવસ્ત્ર પસંદ કરતી હોય છે ને તેનાં દ્વારા તેના મનોભાવ વ્યક્ત થાય છે. તે નારીને આગવી પહેચાન પ્રદાન કરે છે. આ સુંદર લોંઝરી કોઇ પણ નારીનો મૂડ બનાવી દે છે.

આધુનિક લોંઝરીની વિવિધતાઃ

આધુનિક લોંઝરી વિવિધ આકારનાં વિવિધ કાપડનાં અને વિવિધ રંગોના હોય છે. તે લાઇટ કલરથી લઇને એકદમ બ્રાઇટ કે સની કલરના પણ હોય છે. પીચ કલરનાં આંતરવસ્ત્રો વિચારવૃદ્ધિ કરવામાં મદદરૂપ છે. તે માનસિક ઓક્સિજનનો ફ્લો વધારે ને ભૂખ પણ ઉત્તેજિત કરે છે. કોઇ પણ પ્રકારની ત્વચા માટે વિટામીન-ઝ્ર કલર આદર્શ છે. તે પરસેવો પાડતા ઉનાળામાં પણ યોગ્ય રહે છે અને મન ખુશ કરી દે છે. સફેદ રંગના લોંઝરી તમામ નારીની સર્વસામાન્ય પસંદગી છે ને દરેક પોશાક સાથે મેળ ખાય છે. ભડક લાલ રંગ આમ તો ભયસૂચક નિશાનીરૂપ છે પણ તે ઉત્તેજક રીતે વિજાતીય વ્યક્તિને આકર્ષવાની લાગણી વ્યક્ત કરે છે. લાલ અને તમ્ર વર્ણનું આંતરવસ્ત્ર મોહક લાગે છે. ને તે નારીને સર્વોત્તમ લેડી બનાવી શકે છે.

યોગ્ય લોંઝરી તમારા લક્ષણો અને મનોભાવ બંનેનું ઉત્થાન કરે છે :

તમારા ખરાબ દિવસોમાં પણ, તમારા નાજુક ભાગ પર રહેલો સિલ્ક કે સાટીનનો ટુકડો કે લેસ તમને ભવ્ય દેખાવ પ્રદાન કરી તમારા મૂડમાં ઉલ્લાસ લાવી દે છે.

મોંઘું એટલે વધારે સારું એવું હંમેશા નથી હોતું:

મોટે ભાગે મોંઘી વસ્તુઓ પહેરવાનો રોમાંચ જ કંઇક ઓર હોય છે કારણ કે તે દુર્લભ, વિશિષ્ટ અને અસાધારણ હોય છે, પણ આ મોંઘા લોંઝરી માટે આપણે અઢળક રૂપિયા માત્ર તેમની બ્રાન્ડ નેમ માટે કે પછી પોશ વિસ્તારમાં રહેલ દુકાન અને ખર્ચાળ પ્રચાર માટે આપતા હોઇએ છીએ. હકીકતમાં તો સારા અને આપણાં ખિસ્સાને પરવડે તેવી કિંમતે તે મળી રહે છે.

માનવામાં ન આવે તેવા ભાતભાતનાં લોંઝરી બજારમાં ઉપલબ્ધ છે. તે ઇકો-ફ્રેન્ડલી, સ્પોર્ટ્સ માટેનાં, ખાસ પોશાક માટેનાં, ખાસ પ્રસંગ માટેનાં અને સામાન્ય દિવસોમાં પહેરવાના પણ બજારમાં મળે છે.

યોગ્ય લોંઝરીની પસંદગી કરવી હોય તો :

  • તે તમારા શરીરને યોગ્ય રીતે બંધબેસતી હોવી જોઇએ.
  • તેની પસંદગી (કાપડની) તમારા પ્રદેશના હવામાન પ્રમાણે કરવી જોઇએ.
  • તે તમારા પ્રસંગ પ્રમાણે (સ્પોર્ટ્સ, ડ્રેસ વગેરે) પસંદ કરવી જોઇએ.
  • તે પહેરવામાં અનુકૂળ હોવી જોઇએ. જેમ કે દિવસ દરમિયાન કામ કરતી વખતે અને તમારા રોમાંચક મેળાપ સમયે.
  • પહેરતા જ પોતાના પર સુંદર લાગે તેવી હોવી જોઇએ.
  • તમે પહેરો ત્યારે પોઝિટિવ અસર ઉપજાવે તેવી હોવી જોઇએ.

આમ લોંઝરી ખરીદતી વખતે તેનાં બાહ્ય દેખાવને મહત્ત્વ આપવા કરતાં તેનો ઉપયોગ તમને કેટલો સુંદર દેખાવ અર્પણ કરે છે તે મહત્ત્વનું છે.