ભચાઉમાં ગુનાખોરીને નાથવા સીસીટીવી લગાવવા રજૂઆત - Sandesh
  • Home
  • Bhuj
  • ભચાઉમાં ગુનાખોરીને નાથવા સીસીટીવી લગાવવા રજૂઆત

ભચાઉમાં ગુનાખોરીને નાથવા સીસીટીવી લગાવવા રજૂઆત

 | 2:00 am IST

ભચાઉ શહેરમાં સીસી ટીવી કેમેરા લગાવવામાં આવે તેમજ હિન્દુ સ્મશાનમાં રસ્તાની બંન્ને બાજુએ તથા સ્મશાનમાં પેવરબ્લોક લગાવવાનો ઠરાવ પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તે કામ આગળ વધ્યું નથી તેથી તાત્કાલિક ધોરણે કામગીરી શરૃ કરવામાં આવે તેવી માંગઔકરાઇ છે.

આ અંગે ભચાઉ શહેર કોંગ્રેસનાં પ્રમુખ અભય ઠક્કરે જણાવ્યું હતું કે ભચાઉમાં હાલે ચોરી, લૂંટ, ચીલઝડપ તથા બેફામપણે ઓવરસ્પીડથી બાઇક ચલાવવાના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આવા બનાવોને રોકવા માટે જુના બસસ્ટેશનથી નવા બસસ્ટેશન તેમજ ગામના વિવિધ મુખ્ય સ્થળોએ સીસી ટીવી કેમેરા તાત્કાલિક ધોરણે લગાડવામાં આવે તેવી માગ કરાઇ છે.

આ ઉપરાંત શહેરના હિન્દુ સ્માશાનમાં રસ્તાની બંન્ને બાજુએ એસટી કેન્ટીન દ્વારા ગંદકી ફેલાવવામાં આવે છે તેની રોકવામાં આવે તેમજ રોડની બંન્ને સાઇડમાં પેવર બ્લોક પાથરવા તેમજ સ્મશાનમાં પણ પેવર બ્લોક પાથરવાની માગ કરાઇ હતી. સ્મશાનની બહાર ગટર ઘણા સમયતી છલકાઇ રહી છે તેનું સમારકામ કરવા તથા રામવાડીમાં પણ પેવરબ્લોક લગાવવામાં આવે તે માટે રજૂઆત કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન