હવે વોટ્સએપથી કરી શકાશે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, જાણો કેવી રીતે?

છેલ્લાં થોડા વર્ષોથી આધાર વેલિડેશન, કોમન KYC, ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, ઓનલાઈન પેમેન્ટ જેવી સુવિધાનઓને કારણે રોકાણની પ્રક્રિયા થોડી સરળ થઈ છે. અને હવે તો તમે વોટ્સએપનો ઉપયોગ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. થોડા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અને ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ આ પ્રકારની સુવિધાઓ ઓફર કરી રહ્યા છે.
1. શરૂઆત
રોકાણની પ્રક્રિયાની શરૂઆત માટે નિવેશકે સર્વિસ પ્રોવાઈડરની વેબસાઈટ પર જવાની જરૂર હોય છે. તે બાદ પોતાનો મોબાઈલ નંબર નાખો અને નિયમ તેમજ શરતોને મંજૂર કરો. અમુક સર્વિસ પ્રોવાઈડર્સ ટ્રાન્ઝેક્શનની શરૂઆત માટે નિવેશકને એક મોબાઈલ નંબર પર મેસેજ મોકલવાનું કહે છે.
2. શરતો
આ સુવિધા ફક્ત હાલના રેસિડેન્ટ ઈન્વેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. જે સિંગલ હોલ્ડિંગ ફોર્મેટમાં રોકાણ કરવા માગે છે. પોલિટિકલી એક્સપોઝ્ડ વ્યક્તિઓને પણ આ સુવિધા મારફતે રોકાણની અનુમતિ નથી.
3. KYC વેરિફિકેશન
જો રોકાણકાર દ્વારા નિયમ અને શરતોનો સ્વીકાર કરી લેવામાં આવે છે તો, તે બાદ એક મેસેજ મળે છે. જેમાં KYC વેરિફિકેશન માટે પેન નંબર પૂછવામાં આવે છે. સર્વિસ પ્રોવાઈડર દ્વારા આ પૃષ્ટિ કરવા માટે પેનની તપાસ કરવામાં આવે છે.
4. રોકાણની જાણકારી
રોકાણકાર એક નક્કી રકમ કે પછી SIP મારફતે રોકાણની શરૂઆત કરી શકે છે. ઈન્વેસ્ટરને એ સ્કીમને પસંદ કરવાની હોય છે, જેમાં તેની રોકાણ કરવાની યોજના હોય. આ ઉપરાંત કેટલાં પૈસા રોકવા છે અને ઈન્સ્ટોલમેન્ટની સંખ્યા પણ જણાવવાની હોય છે. તે બાદ ઓર્ડર સમરી જનરેટ થાય છે, જેમાં ઈન્વેસ્ટર પાસેથી કન્ફર્મેશન કે એડિટ કરવા માટે કહેવામાં આવે છે.
5. પેમેન્ટ
કન્ફર્મ કર્યા બાદ રોકાણકારના મોબાઈલ નંબર પર એક ઓટીપી આવે છે. જે બાદ ઈન્વેસ્ટરને URN રિસીવ કરવા માટે ઓટીપી એન્ટર કરવો પડે છે. SIP ટ્રાન્ઝેક્શન્સને એક્ટિવેટ કરવા માટે બેંકની સાથે URN રજીસ્ટર કરાવવો પડે છે.
ધ્યાન રાખવાવાળી વાત
વોટ્સએપ મારફતે રોકાણની સુવિધાનો ઉપયોગ કરતાં પહેલાં રોકાણકારે એ વાત ખાસ ધ્યાન રાખવી કે, તે કેવાયસીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન