જમીન વિકાસ નિગમ કૌભાંડનો રેલો સૌરાષ્ટ્ર સુધી - Sandesh
  • Home
  • Ahmedabad
  • જમીન વિકાસ નિગમ કૌભાંડનો રેલો સૌરાષ્ટ્ર સુધી

જમીન વિકાસ નિગમ કૌભાંડનો રેલો સૌરાષ્ટ્ર સુધી

 | 1:40 pm IST

ગુજરાત સરકાર હસ્તકનું નિગમ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GLDC)માં એન્ટી કરપ્શન બોર્ડ(ACB)એ પાડેલી રેડમાં તપાસનો રેલો ગાંધીનગર, હિંમતનગર બાદ હવે રાજકોટ સુધી લંબાયો છે. રાજકોટમાં પણ ACB દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં ACBએ 19મી એપ્રિલ સુધીમાં જરૂરી વિગતો આપી દેવા આદેશ કર્યો છે. આધારભૂત માહિતી પ્રમાણે ACB દ્વારા રાજકોટ ઉપરાંત, જામનગર, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની માહિતી મંગાવી છે.

ACB દ્વારા આ જિલ્લાઓ પાસે જે માહિતી માંગવામાં આવી છે તેમાં તળાવના કામોમાં ક્યાં કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવ્યા છે. છેલ્લા 8 વર્ષમાં કેટલાં તળાવ બનાવાયા અને તે ક્યાં બનાવાયા. 19મી એપ્રિલ સુધી વિગતો રજૂ કરવા ACBએ આદેશ કર્યો છે. રાજોકટ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓને પણ આ માહિતી આપવા કહેવામાં આવ્યા છે. જેમાં ખાનગી કોન્ટ્રાકટર, સરકારી વાહનોની માહિતી માંગવામાં આવી છે. જળસ્ત્રાવ વિકાસના કામોની માહિતી પણ માંગવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને જમીન વિકાસ નિગમ કચેરીઓમાં દોડધામ મચી જવા પામી છે. ACB દ્વારા માહિતી માંગવામાં આવતા વહીવટીતંત્રના અધિકારીઓ હરકતમાં જોવા મળ્યાં હતા.

ગુજરાત જમીન વિકાસ નિગમ દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં કરોડોની હેરાફેરી થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.