ભુજની G K હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના મોતના મામલે તપાસના નામે તરકટ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ભુજની G K હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના મોતના મામલે તપાસના નામે તરકટ

ભુજની G K હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના મોતના મામલે તપાસના નામે તરકટ

 | 7:33 pm IST

ભુજની જી કે હોસ્પિટલમાં માત્ર પાંચ જ મહિનામાં 112 બાળકોના મોત થવાના મામલે તપાસ કમિટી રચાયા પછી આજે તેનો તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઈને દોષિત ગણવામાં આવ્યા નથી. જો કે કમિટી દ્વારા કેટલાંક સૂચનો કરવામાં આવ્યા છે.

ભુજની અદાણી સંચાલિત G K હોસ્પિટલમાં 12 દિવસમાં જ 20 બાળકોના મોતની ઘટના પછી તેના વિગતવાર આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં છેલ્લાં પાંચ મહિના જ 112 બાળકોના મોત થયાનું બહાર આવતા હાહાકાર મચી ગયો હતો. આ મામલે તપાસની માંગણી કરવામાં આવી હતી. જેને પરિણામે સરકારે એક તપાસ કમિટી રચી હતી. તેને ભુજ ખાતે તપાસ માટે મોકલવામાં આવી હતી. આ મામલે તપાસ કમિટીના અહેવાલ પછી પગલાં ભરવામાં આવશે તેમ ખુદ ડેપ્યુટી સીએમે કહ્યું હતું.

જો કે આ કમિટીનો તપાસ અહેવાલ આજે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. કોઈના ઈશારે આ સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. બાળકોની સારવારને મામલે તેમાં હોસ્પિટલ સત્તાવાળા તરફથી કોઈ કસર રાખવામાં આવી નથી, તેમ જણાવવામાં આવ્યું છે. જો કે બાળકોને વધું ટ્રીટમેન્ટ મળે તે માટે કમિટી દ્વારા કેટલાંક સૂચનો કરવામાં આવ્યા છે. જો કે તપાસને મામલે ભીનું સંકેલાયું હોવાનું અને બાળકોના મોતની ઘટના પર ઠંડું પાણી રેડી દેવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. તપાસ દરમિયાન ડોક્ટરોનું અટ્ટહાસ્ય જ ઘણું સૂચક છે.