ભુજ અપડેટઃ જી કે હોસ્પિટલમાં બાળકોના મોતનો અહેવાલ હોસ્પિટલને મળ્યો જ નથી - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • ભુજ અપડેટઃ જી કે હોસ્પિટલમાં બાળકોના મોતનો અહેવાલ હોસ્પિટલને મળ્યો જ નથી

ભુજ અપડેટઃ જી કે હોસ્પિટલમાં બાળકોના મોતનો અહેવાલ હોસ્પિટલને મળ્યો જ નથી

 | 9:17 pm IST

ભુજની અદાણી સંચાલિત જી કે હોસ્પિટલમાં 5 મહિનામાં જ 112 બાળકોના મોતના અહેવાલ પછી સરકાર દ્વારા તપાસ કમિટીની રચના કરાયા બાદ સોમવારે એક બાજુ તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોના મોતને મામલે હોસ્પિટલને ક્લિનચીટ આપવામાં આવી છે તો બીજીબાજુ હોસ્પિટલ સત્તાવાળા જ આ અહેવાલથી અજાણ છે. તપાસ અહેવાલ અંગે સિવિલ હોસ્પિટલના વડાને જ કશી ખબર નથી ત્યારે આ મામલે કશુંક રંધાઈ રહ્યું હોવાની બું આવે છે.

તપાસના કમિટીના અહેવાલ વિશે સિવિલ સર્જન ડો. જીજ્ઞાબેન દવેને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તેઓ તપાસ કમિટીની રિપોર્ટ્સથી અજાણ છે. હોસ્પિટલને ક્લિનચીટ આપવામાં આવી હોય તેવો રિપોર્ટ સિવિલ સર્જનને મળ્યો નથી.

અહિં સવાલ એ છે કે હોસ્પિટલના સંચાલકો ક્યા આધારે ક્લિનચીટ મળી હોવાનો દાવો કરે છે જ્યારે ખુદ સિવિલ સર્જન જ તપાસ કમિટીના અહેવાલથી અજાણ છે. જી કે હોસ્પિટલમાં બાળકોના મોતને મામલે કશુંક રંધાઈ રહ્યું છે.

કોંગ્રેસે તપાસ કમિટીના અહેવાલને ફગાવી દેતા નિષ્પક્ષ તપાસની માંગણી કરી
કોંગ્રેસ દ્વારા તપાસ કમિટીના અહેવાલને ફગાવી દેતા હોસ્પિટલમાં બાળકોના મોત અંગે ન્યાયી અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગણી ઉઠી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ઉદ્યોગપતિને ઈશારે હોસ્પિટલને ક્લિનચીટ આપવાનું સરકાર બંધ કરે, નહિં તો તેના વરવા પરિણામો ભોગવવા પડશે તેમ કહ્યું હતું તો કોંગ્રેસના નેતા આદમ ચાકીએ સરકાર દ્વારા તપાસના નામે તરકટ રચવામાં આવ્યું હોવાનું જણાવી તટસ્થ તપાસ કરાવવાની માંગણી કરી હતી. નહિં તો આ મામલે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આરોગ્ય કમિશનર જયંતી રવિએ કર્યો બચાવ
આરોગ્ય કમિશનર જંયતી રવિએ પત્રકારોને આ મામલે કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે 26મી મેના રોજ 3 મેમ્બરની કમિટીને ભુજની હોસ્પિટલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તપાસમાં જે કઈં તથ્યો સામે આવ્યા છે તે તમારી સમક્ષ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યાં છે.

અહેવાલના તારતમ્યો
1. જેમાં હોસ્પિટલમાં ચાલુ મહિનામાં કુલ 26 બાળકોના મોત નિપજ્યાં છે.
2. હોસ્પિટલમાં ઈક્વિપમેન્ટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હતા.
3. શિશુ કક્ષ અતિ સાંકડો હોવાથી ઈન્ફેકશનનો ભય રહે.
4. લેબર રૂમ પણ થોડો કંજસ્ટેડ હોવાની હકીકત જાણવા મળી.
5. નર્સિંગ સ્ટાફ વધું ટ્રેઈન હોવો જોઈએ એવું જણાય છે.

અલબત્ત આ અહેવાલમાં બાળકોના મોતને મામલે કોઈને જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી.