માત્ર 2000 રૂપિયા ઈન્વેસ્ટ કરીને રોજ 1000 રૂપિયા કમાવવા હોય તો કરો આ બિઝનેસ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • માત્ર 2000 રૂપિયા ઈન્વેસ્ટ કરીને રોજ 1000 રૂપિયા કમાવવા હોય તો કરો આ બિઝનેસ

માત્ર 2000 રૂપિયા ઈન્વેસ્ટ કરીને રોજ 1000 રૂપિયા કમાવવા હોય તો કરો આ બિઝનેસ

 | 4:35 pm IST

બિઝનેસ કરવાની ઈચ્છા મોટાભાગના લોકોની હોય છે, પંરતુ અનેક લોકો એવા રોદણા રડતા હોય છે કે, તેમની પાસે ઈન્વેસ્ટ કરવા રૂપિયા નથી. પરંતુ તેમને ખબર નથી કે, માત્ર મોટી રકમથી જ બિઝનેસ ન કરી શકાય. ચાલો, આજે સૌને પ્રિય એવી ચાની કીટલીના બિઝનેસનું ગણિત સમજીએ. જે ઓછા રૂપિયામાં સૌથી વધુ પ્રોફિટ કરનારો બિઝનેસ છે.

કેટલી થશે કમાણી
મોટાભાગના લોકોને ચાની દુકાન પર કેટલી કમાણી થાય છે તેનો અંદાજ જ નથી. દુકાનદારોના અનુસાર, આ બિઝનેસમાં કુલ વેચાણના અડધી જ બચત થાય છે. એટલે જો કોઈ ચાવાળાનું વેચાણ 1000 રૂપિયાનું છે, તો તે 500 રૂપિયાનો પ્રોફિટ કરી શકે છે. એક દુકાનદારે જણાવ્યું કે, જો કોઈ ચાની ડિમાન્ડ વધુ છે, અને તેની દુકાન સારા લોકેશન પર છે, તો દર દિવસે 10 હજાર રૂપિયાનું વેચાણ કોઈ મોટી વાત નથી.

એક દુકાનદારે કહ્યું કે, જો ચાની દુકાન સારી જગ્યા પર છે, અને ગ્રાહક સાથે તમારો વ્યવહાર સારો બની જાય તો તમારા માટે રોજ 5000 રૂપિયા કમાવવા સામાન્ય બની જશે. આમ તો બિઝનેસમાં ઉતાર-ચઢાવ તો આવતા રહે છે. ખાસ કરીને રજાઓ, તહેવારમાં કે કોઈ પ્રસંગે વેચાણ ઓછું થઈ જાય છે. પણ, બાકીના દિવસોમાં તો પ્રોફિટ છે.

આ બિઝનેસમાં કેટલો સ્કોપ
ઓછા રૂપિયામાં બિઝનેસ શૂર કરનારાઓ માટે ચાની દુકાન બેસ્ટ ઓપ્શન છે. આ એક એવો બિઝનેસ છે, જે દરેક જગ્યાએ અને આખુ વર્ષ ચાલે છે. તેના માટે ગામથી લઈને શહેરો સુધી તમામ જગ્યાઓ પર સ્કોપ રહે છે. ભલે, આ બિઝનેસ ઠંડીની મોસમમાં સૌથી વધુ ચાલે છે, પંરતું શોખીનો તો ગરમીઓમાં પણ ભરપૂર ચા પીએ છે. કોઈ મહોલ્લો, માર્કેટ, ઓફિસની પાસે કે ચાર રસ્તા, ત્રણ રસ્તા પર ચાની દુકાન સૌથી મોકાની જગ્યાઓ છે.

કેટલા ઈન્વેસ્ટમેન્ટની જરૂર
એક દુકાનદારે જણાવ્યું કે, આ બિઝનેસની શરૂઆત માત્ર 2000 રૂપિયાથી પણ થઈ શકે છે. આમ તો 5થી 10 હજાર રૂપિયા લગાવવા પર દુકાન ભરેલી લાગે છે. વધુ રકમથી દુકાનમાં બિસ્કીટ, સિગારેટ, ગુટખા, નમકીન, કોલ્ડ ડ્રિંક્સ, ટોફી જેવી ચીજો પણ મૂકી શકાય છે. ગ્રાહકો ચાની સાથે હંમેશા આ વસ્તુઓની પણ ડિમાન્ડ કરે છે. જો, તેમને આ બધી વસ્તુઓ એક જ જગ્યા પર મળી જાય, તો તેઓ વારંવાર દુકાન પર આવે છે.

આ બાબતનું ધ્યાન ખાસ રાખજો
કોઈ ચાર રસ્તા કે સરકારી જમીન પર ચાની દુકાન ખોલવી ગેરકાયદેસર છે. કોઈ પણ ઓથોરિટી કાયદા-વ્યવસ્થાનો હવાલો આપીને તેની પરમિશન નથી આપતું. ફુટપાથ પર પણ ચાની દુકાનની પરમિશન નથી. આવામાં કમિટીવાળા વાહનોની જેમ તમારી દુકાન પણ ઉઠાવી શકે છે. તેથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો.