Features of Business : investment in it sector in India
  • Home
  • Business
  • આઇટી સેક્ટરમાં તેજી તરફી રોકાણકારોનું ધ્યાન, જાણો શું થશે ફાયદો

આઇટી સેક્ટરમાં તેજી તરફી રોકાણકારોનું ધ્યાન, જાણો શું થશે ફાયદો

 | 8:00 am IST

ક્વાર્ટલી પરિણામોની મોસમ વચ્ચે બજાર હમણાં નવા ઓલ ટાઇમ હાઇના લેવલને સ્પર્શ કરવાના અનેક પ્રયત્નો કરી રહ્યું છે. બીએસઈ ઇન્ડેક્સમાં આપણે થોડાં સમય પહેલાં જોયું પણ ખરું કે સેન્સેક્સને સફ્ળતા મળી પણ હતી અને તેણે નવો ઓલટાઇમ હાઈ દેખાડયો હતો. આ જોતાં બજારમાં બધાને આશા હતી કે હવે પછીના થોડા સમયમાં એનએસઈના નિફ્ટી ઈન્ડેક્સમાં પણ કંઈક આ જ પ્રમાણેની ચાલ જોવા મળી શકે ખરી. પરંતુ, બજાર આ બાબતે થોડી નિરાશા દેખાડતાં ઉપરના લેવલ પર સતત વેચવાલીનો દોર જળવાઈ રહેલો જોવા મળે છે.

જે માટે મુખ્યત્વે બે કારણો ગણાવી શકાય. જેમાં, ડોમેસ્ટિક લેવલે ધારણાં અનુસારનો ગ્રોથ જોવા નથી મળી રહ્યો અને બીજું, ભારતીય રૂપિયામાં ફ્રી નરમાઈ તરફી વલણ જોવા મળી રહ્યું છે. હવે સ્વાભાવિક રીતે જ રૂપિયામાં જે પ્રમાણે ફ્રી એકવાર નરમાઈ જોવા મળી રહી છે તે જોતાં ટેક્નોલોજી શેરોમાં સુધારા તરફી વલણ જોવા મળી શકે. ફ્ંડ હાઉસિસ તરફ્થી ફરી એકવાર ખરીદીનો દોર આ સેક્ટરમાં દેખાવો શરૂ થાય તેવી ધારણા મૂકી શકાય ખરી.

સાથે જ હવે લગભગ બધી જ આઈટી મેજર કંપનીઓના ક્વાર્ટલી પરિણામો પણ જાહેર થઈ ચૂક્યા છે. અને પહેલી નજરે આ પરિણામો બજારની ધારણા અનુસારના તો કેટલીક સ્પેસિફિક કંપનીઓમાં તો માર્જિન, ઓર્ડર પાઇપલાઇન અને નવા ક્લાયન્ટ રજિસ્ટ્રેશન બજારની ધારણા કરતાં પણ સારા રહ્યા છે. જેને કારણે ફ્રી એકવાર આ સેકટરમાં નવી ખરીદી શરૂ થઈ શકવાની શક્યતાઓ નકારી શકાય નહીં.

વળી, ઈન્ફી જેવી આઈટી લીડ કંપની એકાઉન્ટ્સ અને બેલેન્સશીટમાં ગોટાળા થતાં હોવાની વાતો બહાર આવી ત્યારે અને ત્યારબાદ કંપનીના સીઈઓ દ્વારા તેમના પ્રવાસાર્થે થતાં ખર્ચાઓ બાબતે પણ અવાજો ઊઠયા હતા. આ સંદર્ભે કંપનીના સંતોષકારક જવાબો અને ઓડિટ રિપોર્ટને કારણે તથા તાતા કન્સલ્ટન્સી જેવી કંપનીઓના સ્ટ્રોંગ અર્નિંગ્સને કારણે આ સેક્ટરના શેરોમાં ફરી એકવાર વિશ્વાસ સંપાંદન થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

તો વળી એચસીએલટી અને એલ એન્ડ ટી ટેકનોલોજી જેવી કંપનીના મેનેજમેન્ટનું કહેવું હતું કે આવનારા સમયમાં કંપનીના માર્જિન્સ જળવાઈ રહેશે સાથે જ સ્ટ્રોંગ ફેરેન ક્લાયન્ટ ટાઇઅપને કારણે આવનારા બે ક્વાર્ટર દરમિયાન કંપની સારું પ્રદર્શન કરી શકશે તેવી વાતો કહી હોવાને કારણે પણ સંસ્થાગત રોકાણકારો ફ્રી એકવાર ફ્રન્ટલાઇન અને સિલેક્ટેડ મિડકેપ આઈટી શેરોમાં ખરીદી હાથ ધરી રહ્યા છે. માનવામાં આવે છે કે ઈન્ડિયન આઈટી કંપનીઓ આવનારા દિવસોમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવવામાં સફ્ળ રહી શકશે. વોલેટાઇલ ઇકોનોમિક રિકવરીની સાથે તેમના બિઝનેસમાં આવી રહેલું ઇમ્પ્રૂવમેન્ટ આ કંપનીઓને મદદરૂપ પુરવાર થશે.

હાલના સંજોગો જોતા બજારના જાણકારોનું માનવું છે કે બીએફએસઆઈ, રિટેલ, ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં જે કંપનીઓ કામ કરતી હશે અને સાથે જ કન્સલ્ટિંગ, એપ્લિકેશન ડેવલપમેન્ટ અને બીપીઓ ક્ષેત્રે પણ તેમને સારી તક ઊભી થવાના સંજોગો દેખાઈ રહ્યા છે. આ બધાને કારણે ભારતનું આઈટી ક્ષેત્ર 12% સીએજીઆર સાથે ગ્રોથ નોંધાવશે તેવી ગણતરી હાલના તબક્કે મુકવામાં આવી રહી છે.

જેમાં યુએસ દ્વારા ડિજિટલ પાછળનો ખર્ચ ૨૩%ના સીએજીઆર સાથે વધી રહ્યો છે એ અને યુરોપિયન દેશોમાં આવી રહેલા ફેરફારને કારણે ત્યાં પણ ભારતની કંપનીઓ પેનિટ્રેશન ઊભું કરી શકે તેવી સંભાવના છે. જે ઓફ્શોરિંગ સાઇકલ માટે અતિમહત્ત્વના પાસા તરીકે ગણાવી શકાય. આ બધા કારણોને લીધે ઈન્ફી, ટીસીએસ, એચસીએલટી જેવા શેરોમાં હાલના તબક્કે તથા દરેક ઘટાડે ધ્યાન રાખવા યોગ્ય જણાઈ રહ્યંુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન