રોકાણકારોની જંગી વેચવાલીના પગલે શેરમાર્કેટમાં કડાકો - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • રોકાણકારોની જંગી વેચવાલીના પગલે શેરમાર્કેટમાં કડાકો

રોકાણકારોની જંગી વેચવાલીના પગલે શેરમાર્કેટમાં કડાકો

 | 1:13 am IST

F&O ફંડાઃ જતિન સંઘવી

બજારમાં કડાકો

બજેટમાં નિરાશા અને વૈશ્વિક માર્કેટમાં નબળાઇને કારણે શુક્રવારે માર્કેટમાં જંગી વેચવાલી જોવા મળી હતી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની રજૂઆતથી માર્કેટમાં નિરાશા સાંપડી અને વેચવાલીના દબાણ હેઠળ નિફ્ટીમાં કડાકો બોલ્યો હતો. આના પરિણામે ટૂંકાગાળાનું વલણ મંદીમય બન્યું. ઘણાં વખત પછી માર્કેટ ઉપર મંદીની પકડ મજબૂત બની છે અને તે ૫૦ ડીએમએની સાથે-સાથે ૨૦૦ ડીએમએને પણ અસર કરશે તેવી સંભાવના છે. ટૂંકાગાળામાં કોઇપણ પુલ-બેકનો ઉપયોગ શોર્ટ પોઝિશન બનાવવા માટે કરવો જોઇએ.

સાપ્તાહિક ચાર્ટ ઉપર બેરિશ એન્ગલ્ફિંગઃ

સાપ્તાહિક ચાર્ટ ઉપર બંન્ને સૂચકાંકોએ બિગ બ્લેક બોડી કેન્ડલનું નિર્માણ કર્યું છે, જે સંપૂર્ણપણે બેરિશ એન્ગલ્ફિંગ પેટર્ન છે. દૈનિક ચાર્ટ ઉપર બંન્ને સૂચકાંકોએ બિગ ક્લોઝિંગ બ્લેક બોડી મારુબુઝોનું નિર્માણ કર્યું છે. આમ દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ્સ નજીકના સમયગાળામાં મંદીની સંભાવના વ્યક્ત કરે છે.

કરેક્શન સ્તરોઃ

બંને સૂચકાંકો કરેક્શનનો સામનો કરી રહ્યાં છે. સેન્સેક્સમાં ૩૪,૯૬૨-૩૪,૫૦૫-૩૪,૦૪૭ અને નિફ્ટીમાં ૧૦,૭૩૭-૧૦,૬૦૨-૧૦,૪૬૮ ઉપર કરેક્શનના સ્તરને ધ્યાનમાં રાખી શકાય. વચગાળાના કરેક્શનના સ્તરે સેન્સેક્સમાં ૩૪૩૯૫-૩૩,૭૬૩-૩૩,૧૩૦ અને નિફ્ટીમાં ૧૦,૬૦૫-૧૦,૪૨૯-૧૦,૨૫૪ ધ્યાને લેવા જોઇએ. સેન્સેક્સમાં ૩૪,૫૦૫-૩૪૩૯૫ અને નિફ્ટીમાં ૧૦,૬૦૫-૧૦,૬૦૨ વચ્ચેનું કોન્ફ્લ્યુઅન્સ સપોર્ટ તરીકે કામ કરશે.

ટ્રેન્ડ વિશ્લેષણઃ

આ સપ્તાહે બંન્ને સૂચકાંકોએ ૨૦ ડીએમએ (સેન્સેક્સ-૩૫,૨૬૭ અને નિફ્ટી-૧૦,૮૪૫)ની ટૂંકાગાળાની સરેરાશની નીચે સરકી ગયાં હતાં. જોકે, સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ ડીએમએ (સેન્સેક્સ-૩૪,૨૧૧ અને નિફ્ટી-૧૦,૫૪૫)ની મધ્યમગાળાની સરેરાશ તેમજ ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ-૩૨,૨૯૬ અને નિફ્ટી-૧૦,૦૧૩)ની લાંબાગાળાની સરેરાશ ઉપર પણ જળવાઇ રહ્યાં છે. આમ ટૂંકાગાળાનું વલણ નબળું પડયું છે, પરંતુ મધ્યમથી લાંબાગાળાનું વલણ તેજીમય જોવાઇ ઔરહ્યું છે.

પ્રથમ ગેપ પૂર્ણ, હવે બીજાનો વારોઃ

આ સપ્તાહે સેન્સેક્સમાં ૩૫,૬૮૩-૩૫,૮૨૭ અને નિફ્ટીમાં ૧૦,૯૯૪-૧૦,૯૭૫ વચ્ચેનો પ્રથમ બુલિશ અપવર્ડ ગેપ ભરાયો છે. આ ઉપરાંત સેન્સેક્સમાં ૩૪,૬૮૭-૩૪,૬૩૮ ઉપરનો બુલિશ વિકલી ગેપ પણ ભરાયો છે. આમ થિયરી ઓફ થ્રી મૂજબ પ્રથમ ગેપ ભરાતા આગામી બેગ્ ગેપ પણ ભરાશે, એટલે કે ૩૪,૬૮૭-૩૪,૬૩૮ અને ૩૪,૨૧૬-૩૪,૧૮૮. ત્યાર સુધી આ ગેપ મજબૂત સપોર્ટ તરીકે ઔકામ કરશે.

ઓસિલેટર વિશ્લેષણઃ

એમએસીડીએ નવેસરથી વેચવાલીનું સિગ્નલ આપ્યું છે. આરએસઆઇ (૪૮) બજારની મંદી તરફી ચાલનો સંકેત આપે છે. ઓસિલેટર %દ્ભ (૫૭) વેચાણ મોડમાં છે. એડીએક્સ ૨૯ના નીચા સ્તરે સ્પર્શ્યો છે, જે ટ્રેન્ડની મજબૂતાઇ ઘટતી હોવાનું સૂચવે છે. દિશાસૂચક સૂચકાંકોએ નવેસરથી વેચવાલીનું સિગ્નલ આપ્યું છે કારણકે +ડ્ઢૈં એ-ઢૈંની નીચે છે. એમએફઆઇ (૫૬) બજારમાં નાણાનો સકારાત્મક પ્રવાહ દર્શાવે છે. ઓબીવી ખરીદીના મોડમાં જળવાયેલું છે. બોલિંજર બેન્ડ ઉપર ખરીદીનું સિગ્નલ નકારાઇ ગયું છે કારણકે બંન્ને સૂચકાંકો ૨૦ ડીએમએની નીચે બંધ આવ્યાં છે. આમ ઓસિલેટર્સ નજીકના સમયગાળામાં મંદીની સંભાવના વ્યક્ત કરે છે.

ઓપ્શન વિશ્લેષણ

ફેબ્રુઆરી શ્રેણી માટેના ઓપ્શન આંકડા ૧૧૫૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ અને ૧૦૫૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપનો સંકેત આપે છે. આમ ઓપ્શન આંકડા ૧૧૫૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૦૫૦૦ના સપોર્ટ પ્રમાણે ટ્રેડિંગ રેન્જની સંભાવના વ્યક્ત કરે છે.