Investors need not panic over the rise in bond yields
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિથી ઇન્વેસ્ટર્સે ગભરાવાની જરૂર નથી  

બોન્ડ યિલ્ડ્સમાં વૃદ્ધિથી ઇન્વેસ્ટર્સે ગભરાવાની જરૂર નથી  

 | 9:47 am IST
  • Share

લાંબા ગાળાના ટ્રેઝરી વ્યાજના દરમાં તીવ્ર વૃદ્ધિની પ્રતિક્રિયારૂપે વિશ્વભરના મુખ્ય શેરબજારોમાં ઝડપી ઘટાડો આવ્યો છે. એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સે મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો હતો, જ્યારે ઓક્ટોબર પછીથી નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં સૌથી ખરાબ ઘટાડો જોવા મળ્યો હતો. બોન્ડ બજારની વોલેટિલિટી ગયા વર્ષના એપ્રિલ પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચી છે. વ્યાજના દર હજુ ઐતિહાસિક દૃષ્ટિકોણથી ખૂબ જ નીચા હોવા છતાં, આર્થિક તેજીની સંભાવના અને ફુગાવાને ઝડપી વેગ મળશે એવી ચિંતા વધી છે. અર્થતંત્રમાં વી-આકારની રિકવરીના કારણે સતત બે મહિનામાં બોન્ડ યિલ્ડ વધી રહ્યા છે. ગયા અઠવાડિયે સરકારી બોન્ડ્સની હરાજીમાં નબળી માંગે ચિંતામાં વધારો કર્યો છે.

રાષ્ટ્રપ્રમુખ બાઇડેનનું ૧.૯ ટ્રિલિયન ડોલરનું સ્ટિમ્યૂલસ પેકેજ, રસી વિતરણ હવે નજીકના ભવિષ્યમાં થશે અને અર્થતંત્ર ફ્રીથી સંપૂર્ણ રીતે ખૂલશે. આથી અમેરિકાનો જીડીપી ૨૦૨૧માં ૫% કરતા વધુ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા છે. જે છેલ્લા ૩૫ વર્ષમાં સૌથી ઝડપી હોઇ શકે છે. આ કારણે ફુગાવો અને વ્યાજના દરમાં વધારો આવી રહ્યો છે, જે શેરબજારમાં હાલમાં ચિંતા પેદા કરી રહ્યો છે. જોકે મારી દૃષ્ટિએ લોંગ ટર્મ માટે તે ચિંતાનો વિષય નથી. ઝડપથી રિકવરીની સંભાવના હોવા છતાં, અર્થવ્યવસ્થા હજી તીવ્ર મંદીમાંથી બહાર નીકળી રહી છે. જો અર્થતંત્ર વર્ષના બીજા ભાગમાં તેના ૨૦૧૯ના ટોચના સ્તરને ફ્રીથી પ્રાપ્ત કરે છે, તો પણ તે સંભવિત રોગચાળાના વલણને ૨૦૨૨માં કેટલાક સમય સુધી પાર નહીં કરે. તેથી,અમારા મતે ફેડ પોલિસીમાં યૂ-ટર્ન આવવાની શક્યતા નથી.

ભારતમાં RBIએ વ્યાજના દર નીચે રાખવા માટે ઘણી મહેનત કરવી પડશે. તેણે બોન્ડ માર્કેટ યિલ્ડમાં થતા વધારાને નિયંત્રિત કરવા માટે માર્કેટ પ્લેયર્સની સાથે વાટાઘાટો કરવી પડશે. માર્કેટ હસ્તક્ષેપો, સિક્યોરિટીઝમાં ઓપન-માર્કેટ ઓપરેશન (ઓએમઓ) અને શોર્ટ વેચનારને દંડ આપવા સહિતના બિનપરંપરાગત સાધનોનો સહારો લેવો પડશે. રેપો માર્કેટમાં મ્યુચ્યુઅલ ફ્ંડ્સ અને વીમા કંપની જેવા વધુ ખેલાડીઓની મંજૂરી આપવાની તાતી જરૂર છે. ઊંચા દર બેન્કો માટે માર્ક-ટુ-માર્કેટ (એમટીએમ) મોટું નુકસાન કરી શકે છે, આ ખોટ માટે બેન્કોને જોગવાઈ કરવી જરૂરી બની શકે છે, જેને કારણે નફામાં મોટો ઘટાડો આવી શકે છે. બેંક શેર્સ -ખાસ કરીને પબ્લિક સેક્ટર બેંક્સ માટે આ ચિંતાનો વિષય છે.

બજારમાં ઘટાડાનો સદ્ઉપયોગ કરો  

ઇકોનોમી સાથે સંક્ળાયેલા સેક્ટર – જેમકે એન્જિનિયરિંગ , કોમોડિટીઝ જેમકે સુગર, સિમેન્ટ તથા કોવિડ-૧૯થી અસર પામેલા સેક્ટર જેમકે હોટેલ, ટ્રાવેલ, સ્કૂલ અને એજ્યુકેશનના સેક્ટર સાથે સંકળાયેલા હોય તેવા શેર્સ ખરીદો.

સુગર સેક્ટર ઉપર નજર રાખો  

ઉત્તરપ્રદેશ સરકારે શેરડીની સ્ટેટ એડવાઇઝરી પ્રાઇસ(એસએપી) સતત ત્રીજા વર્ષે યથાવત્ રાખવાની ઘોષણા કરી છે. ભાજપના સત્તામાં આવ્યા પછી ત્રણ વર્ષ પહેલાં, ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ક્રશિંગ સિઝન ૨૦૧૭-૧૮ માટે એસએપીમાં વધારો કરવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશ રાજ્યની ચૂંટણી પૂર્વે આ હિંમતભર્યું પગલું છે અને જ્યારે મધ્ય / પૂર્વ ઉત્તરપ્રદેશની સુગર મિલો પાક પર લાલ રોટ વાઇરસના હુમલાથી પીડિત છે, જેણે શેરડીની ઊપજને અસર કરી છે ત્યારે આ બહુ અગત્યની વાત છે. તેથી, વર્તમાન ૨૦૨૦-૨૧ માર્કેટિંગ વર્ષ માટે, એસએપી સામાન્ય વેરાઇટી માટે ક્વિન્ટલ દીઠ રૂ. ૩૧૫ પર રહેશે, જે શેરડીના કુલ ઉત્પાદનના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.

ઉત્તરપ્રદેશ સુગર મિલ્સ માટે ખૂબ જ સકારાત્મક ચાલ છે કારણ કે ત્રીજા ક્વાર્ટરમાં વાઇરસના હુમલાથી ઊપજ ઓછી થઈ છે અને અસરકારક રીતે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. અત્યાર સુધી, રાજ્યમાં ખાંડની રિકવરી વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૦.૭% નીચી છે. રિકવરીના દરમાં ઘટાડાને કારણે ખાંડના ઉત્પાદન ખર્ચમાં રૂ .૨ / કિલો સુધીનો વધારો થયો છે.

ઇસ્માએ દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટાડીને ૨૦.૨ મેટ્રિક ટન કરી દીધું છે, જેમાં અગાઉના અંદાજ મુજબ ૧ મેટ્રિક ટનનો ઘટાડો મુખ્યત્વે ઉત્તરપ્રદેશમાં ઓછી રિકવરી અને શેર અને ઇથેનોલ તરફના શેરડીના ડાઇવર્ઝન થવાને કારણે થશે. ઉદ્યોગ વર્તુળોના મતે વર્તમાન સુગર વર્ષ ૨૦૨૦-૨૧ માટે આશરે ૨.૫ મેટ્રિક ટન ખાંડનો નિકાસ કરાર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ પ્રોત્સાહક વલણ છે, એ ધ્યાનમાં રાખીને કે ચાલુ સિઝનમાં નિકાસ ક્વોટાને ડિસેમ્બર ૨૦૨૦માં ફ્ક્ત ૪૫ દિવસ જ થયા છે.

વધુ ડિસ્ટિલેરી ક્ષમતાઓ સાથે, દેશમાં ઇથેનોલના ઉત્પાદન માટે પૂરતી ખાંડનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ તેને આગામી વર્ષોમાં સરપ્લસ ઉત્પાદનને દૂર કરવા માટે નિકાસ પર આધારિત રહેવાની જરૂર નથી. તેથી, અમારું માનવું છે કે, ઉદ્યોગના ક્લોઝિંગ સ્ટોક સાથે ખાંડની બેલેન્સશીટ અત્યંત મજબૂત દેખાઈ રહી છે, જે સપ્ટેમ્બર ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧માં ૧૦.૫ મેટ્રિક ટનથી ઝડપથી નીચે  ૮.૨ મેટ્રિક પર આવી શકે છે. આથી ૨૦૨૧-૨૨ સુગર માટે સારા વર્ષ પુરવાર થઈ શકે છે. આજથી હવેના આગામી ૬ મહિનામાં ધીરે-ધીરે સુગર શેર્સ ભેગા કરો-તેનું સારું ફ્ળ ૨૦૨૨-સપ્ટેમ્બરમાં મળશે. (ડેપ્યૂટી હેડ, રિટેલ રિસર્ચ HDFC સિક્યુરિટીઝ)

આ વીડિયો પણ જૂઓ: રાજ્યમાં અચાનક ઠંડીમાં વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન