Involvement in the murder of Constable jyantini former MLA jyantini
  • Home
  • Ahmedabad
  • પૂર્વ MLA જયંતી ભાનુશાળી હત્યાકાંડમાં ખૂલ્યું મોટું કનેક્શન, જાણો કોનું નામ સામે આવ્યું!

પૂર્વ MLA જયંતી ભાનુશાળી હત્યાકાંડમાં ખૂલ્યું મોટું કનેક્શન, જાણો કોનું નામ સામે આવ્યું!

 | 8:10 am IST

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકાંડમાં એલસીબીના કોન્સ્ટેબલ જયંતીએ નંબર પ્લેટ વગરનું બિનવારસી બાઈક શાર્પરશુટરોને આપ્યું હોવાનું સીટની તપાસમાં  બહાર આવતા કચ્છ પોલીસની સીધી સંડોવણી ભાજપના નેતાની  હત્યામાં બહાર આવી છે. કચ્છ એલસીબીના કોન્સ્ટેબલ જયંતીની બદલી મુખ્ય સૂત્રધાર છબીલ પટેલે એલસીબી જેવી મહત્વની જગ્યાએ કરાવી હતી.

પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે એસપીને કહીને પોલીસ કોન્સ્ટેબલ જયંતીની બદલી એલસીબીમાં કરાવી હતી. સીટે કોન્સ્ટેબલ જયંતી સામે કાર્યવાહી કરવા માટે કચ્છના જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે. હત્યામાં મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં સીટે પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર બદલી કરાવીની સંતોષ માનતા ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાય સમયથી બિનવારસી બાઇક શંકાસ્પદ કામકાજમાં કોન્સ્ટેબલ જયંતી વાપરતો હતો તે જ બાઇક હત્યા માટે પણ વાપરવામાં આવ્યું હતુ.

અબડાસાના ધારાસભ્ય અને ભાજપના આગેવાન જયંતી ભાનુશાળીની હત્યાનો પ્લાન ઘડાયો હતો. જેમાં કચ્છમાં મોટંુ નામ ધરાવનાર છબીલ પટેલની ધરપકડ થતાં અનેક રહસ્યો ખુલ્યા છે. છબીલે હત્યા માટે મહત્વની એજન્સી એવી એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયંતીની મદદ લીધી હતી. કોન્સ્ટેબલ જયંતીએ એક બાઇક બિનવારસી કબ્જે કર્યું પરંતુ પોલીસ ચોપડે બતાવ્યું ન હતું. આ બાઇક આરોપીઓને નાસી જવા માટે આપ્યું હતું.

વિશાલે છબીલની શાર્પશૂટરો સાથે મુલાકાત કરાવી હતી

પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે સીટ સમક્ષ કબૂલાત કરી હતી કે, વિશાલ કાંબલેએ શાર્પશૂટર શશીકાંત દાદા કાંબલે અને અશરફ અનવર શેખની પ્રથમ મુલાકાત કરાવી હતી. વિશાલ સંબંધમાં શશીકાંતનો દૂરનો બનેવી થાય છે. શાર્પશૂટરો વચ્ચે ૯ નવેમ્બર ૨૦૧૮ના રોજ મુંબઇમાં આવેલા ઇનોરબીટ મોલમાં છબીલ પટેલ સાથે પહેલી મુલાકાત થઇ હતી. જેમાં રૂ.૩૦ લાખમાં સોપારી આપવાનું નકકી થયા બાદ એડવાન્સ પેટે રૂ.૫ લાખ અપાયા હતા.

રાજકીય વગ ધરાવતા કોન્સ્ટેબલને બચાવવા કચ્છ એસપીના ધમપછાડા  

કચ્છ એસપી સૌરભ તોલંબીયાને સીઆઇડી ક્રાઇમની સીટે લેખિતમાં કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી. તેમ છતાં પણ રાજકીય વગ ધરાવનાર કોન્સ્ટેબલને બચાવાવ માટે જાણે એસપી પોતે મેદાનમાં આવી ગયા હોય તેવી ચર્ચા પોલીસ બેડામાં ઉઠી છે. કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવા સીટ તરફથી લેટર આપવા છતાં પણ તેને બચાવવા જિલ્લા એસપી દ્વારા કોની ભલામણથી ધમપછાડા થઈ રહ્યાં છે તે વિશે અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે.

શશીકાંત, અશરફ, વિશાલે ૧-૧ હથિયાર રાખ્યું હતું 

શાર્પશૂટર અશરફ શેખે એડવાન્સ રકમમાંથી રૂ.૨ લાખ લઇને રૂ.૧.૩૦ લાખમાં ૩ પિસ્તોલ અને ૧૫ કારતૂસ ખરીદ્યા હતાં. ત્યારબાદ શશીકાંત, અશરફ અને વિશાલે એક-એક હથિયાર રાખ્યું હતું. પૂછપરછમાં સ્પષ્ટ થયેલી કાવતરાની વિગતો મુજબ ભાનુશાળીની હત્યા પહેલાં ભુજમાં એરપોર્ટ રિંગરોડ ઉપર આવેલા તેના નિવાસસ્થાને કરવાના હતા. પરંતુ ત્યાં શકય નહીં લાગતા આ વિચાર પડતો મુકયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન