NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શહિદ ભારતીય જવાનના શબ સાથે પાકે. જ કરી હતી નાપાક ચેષ્ટા

શહિદ ભારતીય જવાનના શબ સાથે પાકે. જ કરી હતી નાપાક ચેષ્ટા

 | 11:25 am IST

કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી) પાસેથી 22 નવેમ્બરે શહિદ થયેલા ભારતીય જવાનનો મૃતદેહ વિકૃત સ્થિતિમાં મળી આવ્યો હતો. આ સ્થળ પરથી જ ભારતીય સેનાને નાઈટ વિઝન ડિવાઈસ મળી આવ્યું છે. તેની પર અમેરિકી સરકારની પ્રોપર્ટી લખેલું છે.

માછિલ સેકટરમાં પેટ્રોલિંગ કરતી ભારતીય સેના પર આતંકીઓ ઘાતક હુમલો કર્યો હતો, જેમાં ત્રણ ભારતીય જ વાનો શહિદ થયા હતાં. ત્રણ શહિદ જવાનો પૈકી પ્રભુસિંહ નામના જવાનના મૃતદેહને વિકૃત બનાવી દેવાયો હતો.

ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નાઈટ વિઝન ડિવાઈસ અમેરિકાએ પાકિસ્તાનને પૂરું પાડ્યું હોવાનું મનાય છે. અફઘાનિસ્તાન સીમાએ પાકિસ્તાન સેના આતંકીઓ સામે લડવા માટે આ ડિવાઈસ આપવામાં આવ્યું હોવાની શક્યતા છે. આ પૈકી કેટલાક ડિવાઈસ પાકિસ્તાન બોર્ડર એકશન ટીમના સભ્યોને આપવામાં આવ્યા હતાં. આ ટીમે જ 22 નવેમ્બરની ઘટનાને નક્કર સ્વરૂપ આપ્યું હતું. અગાઉ ગયા વર્ષે આ જ સેકટરમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા ત્યારે તેમની પાસેથી આવા જ ડિવાઈસ મળી આવ્યા હતાં.

પાકિસ્તાનની આ ઘટનામાં સીધેસીધી ભૂમિકા હોવાનું પુરવાર કરતાં અન્ય સાધનો પણ ઘટનાસ્થળેથી મળ્યા છે, જેમાં એક મેડિકલ ગેઝનો પણ સમાવેશ થાય છે. તેની પર પણ પાકિસ્તાન ડિફેન્સ ફોર્સ લખેલું છે. દવાઓ પર લાહોર, કરાચી તથા મુલતાનનું માર્કિંગ છે. આ ઉપરાંત રેડિયો સેટ, વિસ્ફોટક સામગ્રી, વાયર કટર, ભોજન સામગ્રી તથા સ્લીપિંગ બેગ પણ મળી આવી છે.

1