INX Media Case : Chidambaram Arrest CBI Rouse Avenue Court
  • Home
  • Featured
  • કોર્ટરૂમમાં કઠેડામાં ઉભા રહેતાની સાથે જ પી ચિદમ્બરમે સીબીઆઈને માર્યો ટોણો

કોર્ટરૂમમાં કઠેડામાં ઉભા રહેતાની સાથે જ પી ચિદમ્બરમે સીબીઆઈને માર્યો ટોણો

 | 4:00 pm IST

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમને આજે રાઉત એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. કોર્ટરૂમ પહોંચતા જ ચિદમ્બરમના વકીલોની ફોજ પણ પહોંચી ગઈ હતી. અહીં તેમણે પોતાના વકીલ વિવેક તન્ખ્વા, કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી સાથે મુલાકાત કરી હતી.

અહીં ચિદમ્બરમને કઠેડામાં ઉભા કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન ચિદમ્બરમે સીબીઆઈ અધિકારીઓ પર ટિપ્પણી કરી હતી.

કોર્ટમાં કઠેડામાં ઉભા રહેતા જ ચિદમ્બરમે સીબીઆઈ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ કોર્ટરૂમ તો હુબ જ નાનો છે., મને તો આશા હતી કે કોર્ટરૂમ તો ખુબ જ મોટો હશે.

સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, શું કોર્ટના બધા જ કોર્ટરૂમ આટલા જ નાના છે. તો સીબીઆઈના અધિકારીઓએ કહ્યું હતું કે, રાઉત એવન્યૂ કોર્ટના તમામ કોર્ટરૂમ નાના છે. તેમાં પણ હાલ કોર્ટરૂમ લોકોથી ખચાખચ ભરેલો છે.

ચિદમ્બરમને આ ગેટથી લાવવામાં આવ્યા

ચિદમ્બરમને લઈને રાઉતજ એવન્યૂ કોર્ટ પહોંચેલી સીબીઆઈ તેમને ગેટ નંબર 2 પર અંદર લઈ ગઈ હતી. જ્યારે સામાન્ય રીત્તે આરોપીઓને ગેટ નંબર 3,4,5 અને 6 થી જ અંદર લઈ જવામાં આવે છે. પરંતુ સીબીઆઈએ મીડિયાની હાથતાળી આપી હતી અને ચિદમ્બરમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, આઈએનએક્સ મીડિયા કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે તે કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદમ્બરમને કૉર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. સીબીઆઈ કૉર્ટથી તેમને રિમાન્ડ પર લેવાની માંગ કરવામાં આવી શકે છે. ગત રાત્રે પી. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. એક કલાક ચાલેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે તમામ અપડેટ્સ જાણવા માટે જોડાયેલા રહો સંદેશ ન્યૂઝ સાથે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન