કાર્તિ ચિદમ્બરમને CBI મુંબઈ લઈ આવી, ઈન્દ્રાણી મુખરજી સામે બેસાડી થશે પુછપરછ - Sandesh
  • Home
  • India
  • કાર્તિ ચિદમ્બરમને CBI મુંબઈ લઈ આવી, ઈન્દ્રાણી મુખરજી સામે બેસાડી થશે પુછપરછ

કાર્તિ ચિદમ્બરમને CBI મુંબઈ લઈ આવી, ઈન્દ્રાણી મુખરજી સામે બેસાડી થશે પુછપરછ

 | 11:48 am IST

આઈએનએક મીડિયા પાસેથી લાંચ લેવાના કેસમાં અટકાયતમાં લેવામાં આવેલા ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરના પુત્ર કાર્તિ ચિદમ્બરમને દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યો છે. સીબીઆઈ કાર્તિ ચિદમ્બરમ અને ઈન્દ્રાણી મુખરજીને આમને-સામને બેસાડીને પુછપરછ કરી શકે છે.

ઈન્દ્રાણી મુખરજી પોતાની દિકરી શીના બોરા હત્યા કેસમાં મુંબઈની જેલમાં બંધ છે. દિલ્હીમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં થયેલી ગત સુનાવણી દરમિયાન એજન્સીએ અદાલતને કહ્યું હતું કે તે આ કેસમાં અન્ય સહ-આરોપી ઈન્દ્રાણી સાથે કાર્તિની પુછપરછ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈન્દ્રાણીએ આ મામલે પોતાનું એક નિવેદન પણ નોંધાવ્યું છે.

કાર્તિ ચિદમ્બરમને હોલીના એક દિવસ પહેલા જ 5 દિવસના સીબીઆઈ રિમાંડમાં મોકલી આપ્યો છે. સીબીઆઈ પટિયાલા હાઉસ કોર્ટમાં કાર્તિને 14 દિવસના રિમાંડ પર મોકલી આપવાની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે માત્ર 6 જ દિવસના સીબીઆઈ રિમાંડ મંજુર કર્યાં હતાં.

દિલ્હીમાં તપાસ ચલાવ્યા બાદ સીબીઆઈ આજે સવારે કાર્તિ ચિદમ્બરમને લઈને મુંબઈ આવી પહોંચી છે. મુંબઈની સીબીઆઈની ઓફિસમાં અધિકારીઓ સાથે કાર્તિ દેખાયો હતો. હવે કાર્તિને સગી દિકરીની હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલી ઈન્દ્રાણી મુખરજી પાસે લઈ જવામાં આવી શકે છે.

સમગ્ર મામલો 2007માં પી ચિદમ્બરમે દેશના નાણાં મંત્રીના પદ પર હતા તે દરમિયાન આઈએનએક્સ મીડિયાના 305 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મેળવવા સાથે સંકળાયેલો છે. આરોપ છે કે આઈએનએસ મીડિયાએ ફોરેન ઈન્વેસ્ટમેંટ પ્રમોશન બોર્ડ (FIPB) ક્લિયરંસ મેળવવા માટે ગેરરીતિ આચરી હતી. આરોપ છે કે કાર્તિએ કંપનીને આ ફંડ અપાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ મળી હતી.

ઈન્દ્રાણીની કંપની પર કાળા નાણાં લેવાનો આરોપ

ઈડીએ આ મામલે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. કાર્તિ પર આરોપ છે કે તેણે ટેક્ષ સંબંધીત તપાસથી બચવા પાટે પીટર અને ઈન્દ્રાણી મુખરજીની માલિકીની મીડિયા કંપની આઈએનએક્સને કથિત રીતે નાણાં આપ્યાં હતાં. કાર્તિ અને તેના પિતા પી ચિદમ્બરમે તેમના વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપો માનવાનો ઈનકાર કરી દીધો છે. સીબીઆઈએ 2006ના એરસેલ-મેક્સિસ ડીલમાં FIPB ક્લિયરંસ આપવામાં ગેરરીતિના કેસની પણ તપાસ ચલાવી રહી છે.