Inzamam Announced To Gave Resignation From Post of Chief Selector
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપમાં પાકિસ્તાનનાં ફજેતાની અસર, ઇંઝમામ મુખ્ય પસંગીકાર પદેથી આપશે રાજીનામું

વર્લ્ડ કપમાં પાકિસ્તાનનાં ફજેતાની અસર, ઇંઝમામ મુખ્ય પસંગીકાર પદેથી આપશે રાજીનામું

 | 6:15 pm IST

પાકિસ્તાન ટીમનાં મુખ્ય પંસદગીકાર ઇંઝમામ-ઉલ-હકે પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઇંઝમામનો કાર્યકાળ 30 જુલાઈનાં પૂર્ણ થશે અને પછી તે આ પદ પર નહીં રહે. પાકિસ્તાનનાં અંગ્રેજી સમાચાર પત્ર ‘ડૉન’નાં જણાવ્યા પ્રમાણે ઇંઝમામે સંવાદદાતા સંમેલનમાં કહ્યું છે કે, “મને લાગે છે કે આ સમય રાજીનામું આપવાનો છે. હું 30 જુલાઈનાં મારો કાર્યકાળ પૂર્ણ કરીશ.”

હું ક્રિકેટર છું અને આ મારી રોજી-રોટી છે: ઇંઝમામ

ઇંઝમામે કહ્યું કે, “જ્યારે હું બ્રિટેનથી પરત ફર્યો ત્યારે જ મે પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડને જણાવી દીધું હતુ કે હવે હું મારા પદ પર વધારે રહેવા નથી ઇચ્છતો. હું 2016માં આનાથી જોડાયો અને ઘણો સમય પસાર કર્યો. હવે મે નિર્ણય કર્યો છે કે નવા લોકોએ આમાં આવવું જોઇએ.” એ પુછવામાં આતા કે શું તમે મેનેજમેન્ટમાં નવી ભૂમિકામાં જોવા મળશો? તેના પર ઇંઝમામે કહ્યું કે, “હું એક ક્રિકેટર છું. અને આ મારી રોજી-રોટી છે. જો બૉર્ડ મને બીજી જવાબદારી સોંપે છે તો હું આના પર વિચાર કરીશ.” પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપની સેમિ-ફાઇનલમાં પણ જગ્યા બનાવી શકી નહોતી.

એપ્રિલ 2016માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પસંદગીકાર પ્રમુખ બન્યા હતા ઇંઝમામ

ઇંઝમામે વિશ્વ કપનાં પ્રદર્શન પર કહ્યું કે, “પાકિસ્તાને ફાઇનલમાં પહોંચનારી બંને ટીમોને હરાવ્યું. અમે 4 મેચ જીત્યા, પરંતુ દુર્ભાગ્યથી અમે બહાર થઇ ગયા.” 49 વર્ષનાં ઇંઝમામ એપ્રિલ 2016માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પસંદગીકાર પ્રમુખ બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન