IOL CHEMICALS & PHARMA રોકાણ માટે આકર્ષક બની રહેશે - Sandesh

IOL CHEMICALS & PHARMA રોકાણ માટે આકર્ષક બની રહેશે

 | 1:30 am IST

શેર-સ્વેપઃ પ્રતિત પટેલ

સ્ટોક અમે ૩૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ રૂ. ૬૩.૪માં અને ૨૦ નવેમ્બર ૨૦૧૭ના રોજ રૂ. ૬૭.૨૫માં ખરીદવા જણાવ્યો હતો. બાદમાં ઉપરમાં રૂ. ૯૩.૭૦ થઈને હાલમાં રૂ. ૮૨.૩ આસપાસ ક્વોટ થઇ રહ્યો છે.હાલમાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરોમાં મોટા ષાબડા જોવાયા છે છતાં પણ આ સ્ટોકમાં એટલો મોટો ઘટાડો જોવાયો નથી જે સ્પષ્ટ દર્શાવે છે કે સ્ટોકમાં વેલ્યૂ બાઈંગ થઇ રહ્યું છે.

બીએસઈ ખાતે ૫૨૪૧૬૪ કોડથી લિસ્ટેડ ૧૯૮૬માં સ્થપાયેલી આ કંપની કેમિકલ્સ અને ફાર્માસ્યૂટિકલ એમ બે સેગ્મેન્ટ ધરાવે છે. જેમાં કેમિકલ ડિવિઝન અનેક પ્રોડક્ટ બનાવે છે જે ફ્લેક્સિબલ પેકેજિંગ, ફાર્માસ્યૂટિકલ, ટેક્સ્ટાઈલ, ફૂડ પ્રોસેસિંગ, પેસ્ટિસાઈડ અને પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે પણ કંપLISO BUTYL BENZENE કે IBUPROFENના ઉત્પાદનમાં મહત્ત્વનું રો મટીરિયલ ગણાય છે એની વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ઉત્પાદક ગણાય છે. વાત કરીએ ફાર્માસ્યૂટિકલ સેગ્મેન્ટની, તો ફાર્મા સેગ્મેન્ટમાં કંપની અનેક પ્રોડક્ટ બનાવે છે પણ કંપની IBUPROFENના ઉત્પાદનમાં વિશ્વની એક માત્ર મોટી બેકવર્ડ ઈન્ટિગ્રેટેડ ઉત્પાદક ગણાય છે અને એની ક્ષમતા ૬૨૦૦ TPAથી વધારીને ૭૨૦૦ TPA કરી દીધી છે. કંપનીના IBUPROFEN પ્લાન્ટને EDQM (યુરોપિયન યુનિયન રેગ્યુલેટરી), WHO તરફથી મંજૂરી મળેલી હતી અને જુલાઈ ૨૦૧૫માં કંપનીના આ પ્લાન્ટને યુએસ એફડીએ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે તો ગત વર્ષે કંપનીને હંગેરી તરફથી પણ પ્રોડક્ટ્સ સેલ કરવા મંજૂરી મળી છે.કંપની વિશ્વના ૫૬ દેશોમાં પોતાની પ્રોડક્ટોની નિકાસ કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૭માં કંપનીનું વેચાણ રૂ. ૫૮૧.૬૨ કરોડથી વધીને રૂ.૭૧૦.૬૫ કરોડ થયું હતું જયારે કંપનીએ રૂ.૪૦.૦૩ કરોડની નુકસાની ભૂંસીને રૂ. ૪.૨૩ કરોડનો નફો હાંસલ કર્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વેચાણ ૨૬ ટકા ઊછળીને રૂ. ૨૧૭.૭૯ કરોડ થયું છે જયારે કંપનીનો નફો રૂ.૯૫ લાખથી ૩૬૬.૩૧ ટકા ભછળીને રૂ.૪.૪૩ કરોડ થયો છે.પહેલા ૬ મહિનામાં કંપનીનો નફો ૩૪૬.૩૮ ટકા ઉછળીને રૂ.૭.૪૧ કરોડ થયો છે જયારે વેચાણ ૩૦ ટકા વધીને રૂ.૪૩૩.૧૦ કરોડ થયું છે. મજબૂત પરિણામોની સાથે કંપનીએ આવનાર ૨ વર્ષમાં રૂ.૨૦૦કરોડના રોકાણથી વિસ્તરણની જાહેરાત કરી છે જેમાં કંપની બ્રૂફેનની ક્ષમતા ૭,૨૦૦ ્ઁછથી વધારીને 12,000 TPA, IBBની ક્ષમતા 9,000 TPAથી વધારીને ૧૨,૦૦૦ TPA MCAની ક્ષમતા ૭,૨૦૦ TPAથી ૧૦,૫૦૦ TPAઅને એસેટાઈલ ક્લોરાઈડની ક્ષમતા ૫૨૦૦ TPAથી વધારીને ૮,૪૦૦ TPA કરશે. આ સિવાય કંપની મેટર્ફોિમન કે જે એન્ટિ ડાયાબિટિક દવા છે એના ઉત્પાદન માટે ક્ષમતા ઊભી કરવા રૂ. ૧૦ કરોડના ખર્ચે યુનિટ નાખશે જે માર્ચ-૧૮ સુધીમાં કાર્યરત થઇ જશે. કંપનીએ પાછલા સમયમાં Clopidogrel અને Larmotrigine માટે જે વિસ્તરણ કર્યું હતું એનું ઉત્પાદન શરુ થઇ ગયું છે. આમ મજબૂત ગ્રોથ દર્શાવતી આ કંપનીનો સ્ટોક વર્તમાન ભાવે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. સ્મોલકેપ ફાર્મા સેક્ટરમાં આ સ્ટોક બેસ્ટ બાય બની શકે છે. રૂ. ૬૫ના સ્ટોપલોસ સાથે સ્ટોકમાં મધ્યમથી લાંબાગાળાના રોકાણ માટે રોકાણ કરી શકાય. માર્કેટનું સેન્ટિમેન્ટ સુધરતા સ્ટોકમાં મોટો સ્પાઈક જોવા મળી શકે છે.