IPA names Samir Mehta as president
  • Home
  • Business
  • ઈન્ડિયન ફાર્માસ્યૂટિક્લ એલાયન્સના પ્રમુખપદે ટોરન્ટના સમીર મહેતા

ઈન્ડિયન ફાર્માસ્યૂટિક્લ એલાયન્સના પ્રમુખપદે ટોરન્ટના સમીર મહેતા

 | 8:35 am IST
  • Share

ઈન્ડિયન ફાર્માસ્યૂટિક્લ એલાયન્સે વર્ષ ૨૦૨૧-૨૩ માટેના હોદ્દેદારોની જાહેરાત કરી છે. ટોરન્ટ જૂથના ચેરમેન સમીર મહેતાને પ્રમુખપદે નિમવામાં આવ્યા છે, જ્યારે સીપલાના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન સમીના હમીદને ઉપપ્રમુખપદે નિયુક્ત કરાયા છે. સમીર મહેતા ટોરન્ટ જૂથના ચેરમેન છે. તેમણે કંપની માટે અનેક પ્રકારની નવીનીકરણની કામગીરી હાથ ધરી છે. જેમાં નવી કંપની હસ્તગત કરવી, નવી થેરાપી તથા નવા ભૌગોલિક પ્રદેશમાં પ્રવેશ કરવો, તથા પ્રોડક્ટ ડેપલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વધારવા મોટાપાયે રોકાણ કરવાનો સમાવેશ થાય છે.

આ અંગે સમીર મહેતાએ કહ્યું કે, કોવિડ-૧૯નો સમય ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે પડકાર ભર્યો હતો. જો કે, ઉદ્યોગે આ પડકારને પાર પાડયા અને દર્દીઓને પૂરતી માત્રામાં દવા પહોંચાડી. આ રોગચાળાના કારણે નોંધપાત્ર પ્રમાણમાં કંપનીઓ વચ્ચે સહયોગ સધાયો. આ કારણે દેશની હેલ્થકેર જરૃરિયાત સંતોષાઈ તથા સસ્તી કિંમતે દવા પણ ઉપલબ્ધ થઈ. આઇપીએ તમામ સ્ટેક હોલ્ડર સાથે મળીને દર્દીઓને લાભપ્રદ થાય એ રીતે નવીન ઈકોસિસ્ટમ ડેવલપ કરી તમામને દવા ઉપલબ્ધ બની રહે તે માટે સજ્જ છે.

૫૮ વર્ષીય સમીર મહેતા ૨૧ હજાર કરોડના ટોરન્ટ જૂથનું નેતૃત્વ કરે છે. તેમના વડપણ હેઠળ ટોરન્ટ જૂથે પાવર ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. આ બિઝનેસને આગળ વધારી તેમણે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યૂશન ક્ષેત્રે ઝુંકાવ્યું છે. તેઓ આ માટે મેન્ટરની ભૂમિકા ભજવે છે. ૧૦ હજાર કરોડના ખર્ચે દેશના ૧૬ શહેરમાં ગેસ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. સીપલાના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન સમીના હમીદ સીપલા કુટુંબના બીજી પીઢીના ઉદ્યોગપતિ છે. સીપલા વિશ્વભરમાં ૪૬ મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર ધરાવે છે. આ ઉપરાંત ૧૫૦૦ જેટલા ઉત્પાદનો સાથે ૮૦થી વધુ દેશને દવા પૂરી પાડે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો