ipad locked for 48 years know how to unlock it using dfu mode
  • Home
  • Technology
  • 3 વર્ષના બાળકે iPadને 48 વર્ષ માટે કર્યું લોક, અનલોક કરવામાં છૂટ્યો પરસેવો

3 વર્ષના બાળકે iPadને 48 વર્ષ માટે કર્યું લોક, અનલોક કરવામાં છૂટ્યો પરસેવો

 | 12:30 pm IST

જો તમારા સ્માર્ટફોન અથવા ટેબલેટ પર આ મેસેજ આવે કે તમારો સ્માર્ટફોન 48 વર્ષ માટે લોક કરવામાં આવ્યો છે, તો તમને આ બાબતે વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક 3 વર્ષના બાળકે 48 વર્ષ માટે તેના પિતાના આઇપેડને આકસ્મિક રીતે લોક કરી દિધુ છે.

તમે પણ આ અનુભવ જરૂર કર્યો હશે કે ભૂલથી તમે તમારો પાસવર્ડ ખોટો નાખ્યો હશે જેથી થોડીક સેકંડ્સ માટે અથવા એક મિનિટ માટે તમારો ફોન લોક થઇ ગયો હશે. 48 વર્ષ માટે ફોનનું લોક થઇ જવું એ એક આશ્ચર્યજનક ઘટના છે.

ઉલ્લેખનિય છે કે વોશિંગ્ટન ડીસીના ઇવાન ઓન્સનોસે આ માહિતી તેના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરી છે. ઈવાનના 3 વર્ષના બાળકે રમત રમતમાં સ્માર્ટફોનને લોક કર્યો હતો. પછી ઇવાન ઓન્સનોએ તેને ટ્વિટર દ્વારા શેર કર્યું અને તે વાયરલ બન્યું છે. ઇવાન ઓન્સોસે અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકોને આકર્ષ્યા છે અને 3 હજારથી વધુ લોકોએ તેને ફરીથી ટ્વિટ કર્યું છે. જો કે, આઇપેડ પછીથી અનલોક કરવામાં આવ્યું હતું. આ માહિતી ઇવાન દ્વારા ટ્વિટર પર આપવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે Appleના ડિવાઇસ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. તેવામાં ભૂલથી પર જો iPhone અથવા iPad લોક થઇ જાય તો તેને અનલોક કરવા માટે DFU મોડ દ્વારા તેને અનલોક કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન