iphone 11 can be a foldable smartphone at Apple
  • Home
  • Technology
  • સ્માર્ટફોનની નવી ટેક્નોલોજી સાથે એપલનો આ iPhone હોઇ શકે છે ફોલ્ડેબલ

સ્માર્ટફોનની નવી ટેક્નોલોજી સાથે એપલનો આ iPhone હોઇ શકે છે ફોલ્ડેબલ

 | 10:04 am IST

વર્ષ 2019 ની શરૂઆતમાં જ પહેલા સેમસંગ અને ફરી હુવાવેએ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોંચ કરતા જ નવી ટેક્નોલોજી ધરાવતા ફોનની શરૂઆત કરી દીધી છે. ટીસીએલ અને રોયોલ ઉપરાંત, મોટોરોલા પણ તેના Razr સ્માર્ટફોનને ફોલ્ડડેબલ ઉપકરણ તરીકે લોંચ કરવાનું છે.

તેવામાં ટેક્નોલોજીમાં મોટું નામ ધરાવતી કંપની એપલ પણ પાછળ રહેવા માંગતી નથી. ખાસ વાત એ છે કે આ વર્ષે આવનારા iPhone 11 વિશે કોઈ વિગતો મળી નથી અને હવે અંદાજો છે કે તે પણ ફોલ્ડડેબલ હોઈ શકે છે.

જોકે અત્યાર સુધી લોન્ચ થયેલ ફોલ્ડડેબલ સ્માર્ટફોન્સની કિંમત ઘણી વધારે છે. કારણ કે હાઇ ક્વોલિટી ડિસ્પ્લે ધરાવતી સ્ક્રીન્સ માટે વળાંક મુશ્કેલ અને ખર્ચાળ છે.

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ અને હુવાવે મેટ એક્સની સરખામણીમાં એપલનો સૌથી મોંઘો આઇફોન એક્સએસ પણ સસ્તો લાગે છે. તેવામાં સ્પષ્ટ છે કે ફોલ્ડડેબલ ગેજેટ્સને સામાન્ય વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં કેટલાક વર્ષનો સમય લાગશે. એપલની તરફથી પણ આ બાબતને લઈને કોઈ કન્ફર્મેશન અત્યાર સુધી આપવામાં આવ્યું નથી અને કદાચ કંપની હજુ રાહ જોવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન