Technology: iphone 5 old ipads will not work from today
  • Home
  • Featured
  • આજથી જુના iPhones, iPads કામ નહીં કરે, જલ્દી કરો આ અપડેટ

આજથી જુના iPhones, iPads કામ નહીં કરે, જલ્દી કરો આ અપડેટ

 | 2:30 pm IST

Appleએ કેટલાક દિવસો પહેલા તેના સપોર્ટ પેજ પર યુઝર્સને જાણકારી આપી હતી. કે જો તેમની પાસે જૂના આઇફોન અથવા આઈપેડ છે. તો તે iOS 10.3.4 વર્ઝનમાં તેમના ડિવાઇસને અપડેટ કરી શકે છે. આજે એટલે કે 3 નવેમ્બર યુટીસી સવારે 12:00 કલાકે (ભારતમાં સવારના 5:30) થી જો કોઈ જૂના આઇફોન અથવા આઈપેડ્સને આ વર્ઝનમાં અપડેટ નથી કરતા તો, તેના ડિવાઇસમાં એપ સ્ટોર, આઇક્લાઉડ કામ નહીં કરે. કેટલાક દિવસો અગાઉ કંપની આઇફોન 5 અને તેનાથી ઓલ્ડ ડિવાઇસને અપડેટ કરવા જણાવ્યું હતું.

Appleએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘3 નવેમ્બર 2019 ના રોજ સવારે 12:00 વાગ્યે યુટીસીથી પહેલા આઇફોન 5 ના યુઝર્સ તમારા ડિવાઇસને આઇઓએસથી અપડેટ કરવાની જરૂર રહેશે. તે ડિવાઇસ માટે એક્યુરેટ જીપીએસ લોકેશન રોલ આઉટ કરવાનું છે, જેથી યુઝર્સને યોગ્ય સમય અને તારીખ મળી શકે. સાચા જીપીએસ લોકેશનના કારણે યુઝર્સને App Store, iClous, ઇ-મેલ અને વેબ બ્રાઉઝિંગ કરવામાં કોઇ મુશ્કેલી થશે નહીં.

કેવી રીતે ડાઉનલોડ કરશો:
આઇફોન 5 યુઝર્સ તેના ડિવાઇસને અપડેટ કરવા માટે સૌથી પહેલા પ્રથમ સેટિંગ્સ ઓપ્શન પર ટેપ કરો. તે પછી જનરલ ઓપ્શન પર જાઓ અને ત્યાં અબાઉટ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. અબાઉટ પર ટેપ કર્યા પછી તે ડિવાઇસ નવા અપડેટને ચેક કરશે અને યુઝરને આઇઓએસ 10.3.4 નું વર્ઝન મળશે. જો કોઇ યુઝર્સ નક્કી કરેલ સમયના પછી ડિવાઇસને અપડેટ કરવા ઇચ્છે છે તો તે તેમના iMacમાં આ વર્ઝનને ડાઉનલોડ કરી શકે છો. અને પોતાની ડિવાઇસમા ઇન્સ્ટોલ કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ: ભરૂચમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન